યુદ્ધની આડમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખેલ, ફેબ્રુઆરીમાં કરોડો ડૉલરના શેર વેચી માર્ચમાં ફરી ખરીદી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પોતાના શેર ટ્રેડિંગ માટે વિવાદોમાં ઘેરાયા છે. અમેરિકા મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રમ્પે ફેબ્રુઆરીમાં માઇક્રોસોફ્ટ અને એમેઝોનનાં 50 લાખ ડોલરથી 2.5 કરોડ ડોલર સુધીનાં શેર વેચ્યા હતાં અને માર્ચમાં આ જ કંપનીઓનાં કરોડો ડોલરનાં શેર ખરીદી લીધા હતાં.
જો કે શેરોની લેવડદેવડની આ માહિતી યોગ્ય સમયમાં જાહેર કરવામાં આવી ન હતી. જેના કારણે તેમને દંડ ભરવો પડયો છે. અમેરિકાની ઓફિસ ઓફ ગવર્મેન્ટ એથિક્સમાં દાખલ દસ્તાવેજો અનુસાર પ્રમુખ ટ્રમ્પને 1000 ડોલરથી વધારાનાં શેર ટ્રેડિંગની માહિતી 45 દિવસની અંદર જાહેર કરવાની હોય છે.
જો કે ટ્રમ્પે આ સમય મર્યાદાનું પાલન કર્યુ નથી. જેના માટે તેમના પર 200 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અગાઉ માર્ચ અને ગયા વર્ષે ઓગસ્ટમાં પણ આ જ પ્રકારનાં વિલંબ બદલ તેમને દંડ ભરવો પડયો હતો.
રિપોર્ટ અનુસાર ટ્રમ્પે ફેબ્રુઆરીમાં માઇક્રોસોફ્ટ અને એમેઝોનનાં શેર મોટા પ્રમાણમાં વેચ્યા હતાં અને માર્ચમાં તેમાં ફરીથી રોકાણ કર્યુ હતું. આ ઉપરાંત 10 ફેબ્રુઆરીએ તેમણે એનવિડિયાનાં શેર પણ ખરીદ્યા હતાં.
તેના થોડાક જ દિવસો પછી એનવીડિયાએ મેટા પ્લેટફોર્મ્સની સાથે ડેટા સેન્ટર પ્રોજેક્ટ માટે ભાગીદારીની જાહેરાત કરી હતી. ત્યારબાદ કંપનીનાં શેરોમાં 2.5 ટકાની તેજી જોવા મળી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પે માઇક્રોસોફટ અને એમેઝોન સાથે અમેરિકન સંરક્ષણ વિભાગે કરેલી એક સમજૂતી અગાઉ આ બંને કંપનીઓનાં શેરોમાં રોકાણ કર્યુ હતું.









