World

7 દિવસના યુદ્ધ વિરામની ઈરાનની દરખાસ્ત ટ્રમ્પે ફગાવી દીધી : મીડ-ટર્મ પોલ પછી બોમ્બીંગ શરૂ કરવા વિચારી રહ્યા છે

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનથી મળતા અહેવાલ મુજબ, ઈરાને પશ્ચિમ એશિયાનો સંઘર્ષ સમાપ્ત કરવા 7 દિવસના યુદ્ધવિરામની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તમાં હોર્મુઝ સ્ટ્રેઇટ્સ ખોલવા અને પછી પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા કરવાનો પ્રસ્તાવ હતો. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ દરખાસ્ત ફગાવી દીધી છે. સૂત્રો અનુસાર, ટ્રમ્પ નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણી પછી ઈરાન પર ફરી હુમલો કરવા માગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

7 દિવસના યુદ્ધ વિરામની ઈરાનની દરખાસ્ત ટ્રમ્પે ફગાવી દીધી : મીડ-ટર્મ પોલ પછી બોમ્બીંગ શરૂ કરવા વિચારી રહ્યા છે
  • ઈરાનના વિદેશ મંત્રીએ ગુરૂવારે તે દરખાસ્ત મૂકતાં કહ્યું કે સર્વગ્રાહી મંત્રણા શરૂ થતાં હોર્મુઝ ખોલવામાં આવશે તે પછી પરમાણુ કાર્યક્રમ વિષે ચર્ચા કરાશે

વોશિંગ્ટન : પશ્ચિમ એશિયાની કટોકટી વધુને વધુ ગંભીર બનતી જાય છે. વોલ-સ્ટ્રીટ-જજ શનિવારે જણાવ્યું હતું કે ઈરાનની ૭ દિવસના યુદ્ધ વિરામની દરખાસ્ત પ્રમુખ ટ્રમ્પે ફગાવી દીધી છે. અમેરિકી અધિકારીઓને ટાંકતાં તે રીપોર્ટમાં જણાવાયું છે કે પ્રમુખે તેના સલાહકારોને અને સાથીઓને જણાવ્યું હતું કે, નવેમ્બર મીડ-ટર્મ-પોલ પૂરાં થતાં તેઓ ઈરાન ઉપર ફરી હુમલા શરૂ કરવા માગે છે.
આ પૂર્વે પ્રમુખે પોતાની યુ.એન.ની સ્પીચમાં ઈરાનને ખતમ કરી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી તે પછી ટ્રમ્પે ઈરાનની તે દરખાસ્ત ફગાવી દીધી છે, જે ઉલ્લેખનીય છે. તેઓએ યુ.એન.માં આપેલા તે વક્તવ્યમાં વધુમાં સ્પષ્ટત: કહ્યું હતું કે, મારે મહત્વનો નિર્ણય લેવાનો ચે તે એ કે મારે ઈરાનને મધ્યપૂર્વનો સૌથી મહાન દેશ બનાવવો જે વિશ્વનો પણ મહાન દેશ બની રહે અથવા તે ઈસ્લામીક રીપબ્લિકનને ખતમ કરી નાખવું પરંતુ તે નિર્ણય હું ચૂંટણીઓ પછી લેવા માગું છું. ૨૨ સપ્ટેમ્બરે ટ્રમ્પે આ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં ઉદઘાટન પ્રવચનમાં કહ્યું હતું.
દરમિયાન ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ગુરૂવારે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ પૂરો થાય તે માટે ઈરાને સાત દિવસના યુદ્ધ વિરામની દરખાસ્ત મુકી હતી, તેમાં દર્શાવેલી યોજના પ્રમાણે મંત્રણા દરમિયાન હોર્મુઝ સ્ટ્રેઇટસ ખુલ્લી રખાશે અને તે પછી ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે મંત્રણા હાથ ધરવી.
આ ઉપરાંત અરાઘચીએ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં કરેલાં સંબોધનમાં વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, અમે અમેરિકા સમક્ષ અમારી યોજના રજૂ કરી દીધી હતી જે મધ્યસ્થી દ્વારા અમેરિકાને પહોંચાડવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે સાત દિવસ પછી હોર્મુઝ સ્ટ્રેઇટસ ખોલવામાં આવશે અને મંત્રણા ફરી શરૂ કરાશે. વાસ્તવમાં જૂન મહિનામાં જ આ પ્રકારના એમઓયુ અમારી વચ્ચે થયા હતા.
જર્મનીના વિદેશમંત્રી સાથે પણ મારે થયેલી ચર્ચા દરમિયાન મેં અમેરિકાને તેનું આક્રમણ વલણ અને દખલગીરીઓ બંધ કરવા કહ્યું હતું.
તે જે હોય તે પરંતુ મધ્યપૂર્વ અને પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે તેમ નિરીક્ષકો સ્પષ્ટ કહે છે.