ટ્રમ્પના ટાર્ગેટ પર કોણ? પાકિસ્તાન-વેનેઝુએલામાં મોટું ઓપરેશન કરનાર ખતરનાક ટીમને ઈરાન મોકલશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trump Plans Iran Ground Mission : અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર ભયાનક હુમલાઓ કરી રહ્યું છે. સતત ડ્રોન અને મિસાઈલો ઝિંકતા ઈરાનની સ્થિતિ બદતર થઈ ગઈ છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં વધુ ભયાનક ઓપરેશન પાર પાડવાની યોજના બનાવી દીધી છે અને આ માસ્ટરપ્લાનમાં ઈઝરાયલ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.
ટ્રમ્પ લાદેનને ઠાર કરનાર, માદુરોની ધરપકડ કરનાર ટીમને ઈરાન મોકલશે
સૂત્રો મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) હવે ઈરાનમાં જમીન ઓપરેશન શરૂ કરવાનો આદેશ આપી શકે છે. વર્ષ 2011માં અમેરિકાની ખતરનાક એલીટ ટીમે પાકિસ્તાનમાં ‘ઓપરેશન લાદેન’ પાર પાડ્યું હતું, જેમાં ઓસામા બિન લાદેન ઠાર કરાયો હતો. આ ટીમ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો વિરુદ્ધના ઓપેરશનમાં પણ સામેલ હતી. તેથી હવે ટ્રમ્પે આ એલિટ ટીમને ઈરાન મોકલવાનો પ્લાન બનાવ્યો છે.
અમેરિકાના માસ્ટર પ્લાનમાં ઈઝરાયલ પણ સામેલ
અમેરિકા અને ઈઝાયલ સાથે મળીને ઈરાનના ગુપ્ત ન્યૂક્લિયર સ્થળો અને મોજતબા ખામેનેઈના ગુપ્ત બંકરમાં સ્પેશિયલ ફોર્સ ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. આ અમેરિકન ફોર્સ વિશ્વની સૌથી ખતરનાક અને ગુપ્ત યુનિટ છે. ટ્રમ્પના માસ્ટરપ્લાનમાં ઈઝરાયલ પણ સામેલ છે.
અમેરિકન ‘ડેલ્ટા ફોર્સ’ વિશ્વની સૌથી ખતરનાક યુનિટ
આતંકવાદી હુમલા અટકાવવાની અને તેને નિષ્ફળ બનાવવામાં માહેર ‘ડેલ્ટા ફોર્સ’ અમેરિકન સેનાની સૌથી એલીટ કાઉન્ટર-ટેરરિઝમ યુનિટ છે. વર્ષ 1977માં કર્નલ ચાર્લ્સ બેકવિથે આ યુનિટની સ્થાપના કરી હતી. આ યુનિટ અમેરિકન સેના સ્પેશિયલ ઓપરેશન કમાન્ડ હેઠળ કામ કરે છે. આ યુનિટ દુશ્મની પાછળ પડી હાઈ-વેલ્યૂ ટાર્ગેટને ઠાર કરવાનું, બંધકોને બચાવવાનું અને ગુપ્ત ઓપરેશન કરવાની કામગીરી કરી છે.
આ પણ વાંચો : યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ સૌથી મોટો લાભ થયો રશિયાને! ચીનને અબજો ડૉલરનું નુકસાન
ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનના નવા સુપ્રીમ લીડર?
આ યુનિટના જવાનો ક્યારે પોતાનું નામ અને ચેહરો જાહેર કરતા નથી. ડેલ્ટા ફોર્સ માત્ર મોટા ઓપરેશન પાર પાડે છે. જ્યારે પાકિસ્તાનના અબોટાબાદમાં રહેતા આતંકવાદી ઓસામાન બિન લાદેનને ઠાર કરવાનો હતો ત્યારે આ ફોર્સે ચોક્સાઈ અને સટિક ઓપરેશન પાર પાડ્યું હતું. ટ્રમ્પ આ યુનિટને ઈરાનના ન્યૂક્લિયર બંકરોમાં ઘૂસીને સેન્ટ્રીફ્યૂઝ નષ્ટ કરવાનું અથવા ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ (Iran New Supreme Leader Mojtaba Khamenei)ને ટાર્ગેટ કરવાનું કામ સોંપી શકે છે.
આ પણ વાંચો : રશિયાનું ઈરાનને સમર્થન, પુતિને નવા સુપ્રીમ લીડરને પાઠવ્યા અભિનંદન, ટ્રમ્પે આપી ધમકી









