સાઉદીના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મધ્યપૂર્વમાં યુદ્ધનો વ્યાપ વધવાના મળતાં સંકેતો
- અમેરિકા ઇરાનની સાથે હુથીઓનો પણ કસ કાઢવાની તૈયારીમાં : મધ્યપૂર્વમાં લશ્કર-સરંજામનો જંગી ખડકલો
- અમેરિકાની સ્પેશ્યલ ઓપરેશન ફોર્સીસ અને કોમ્બેટ મેડિક્સ મિડલ ઇસ્ટમાં, બી-1 બોમ્બર હાઈ એલર્ટ પર
વોશિંગ્ટન : યમનના ઇરાન સમર્થિત બળવાખોરો હુથીઓએ સાઉદીના બે જહાજ પર હુમલો કરતાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ બરોબરના બગડયા છે. તેમણે જણાવ્યું હતું કે જો હુથીઓએ હજી વધુ એક આવો હુમલો કર્યો છે તો તેમને ખેદાનમેદાન કરી નાખીશું. ફક્ત નિવેદન જ નહીં ઇરાનની સાથે-સાથે હુથીઓને ખતમ કરવાની તૈયારી કરતાં હોય તેમ અમેરિકાએ મધ્યપૂર્વમાં વધુને વધુ સૈન્ય ખડકવા માંડયું છે.
ટ્રમ્પ મધ્યપૂર્વમાં કાયમ માટે શાંતિ સ્થાપવા માટે ઇરાન અને હુથી બંનેને ખતમ કરી નાખવા માંગતા હોય તે રીતે સ્પેશ્યલ ઓપરેશન ફોર્સીસ, એડવાન્સ્ડ બોમ્બર્સ, યુદ્ધજહાજો અને લડાકુ મેડિકલ ટીમો મધ્યપૂર્વમા મોકલી રહ્યા છે. આ ગોઠવણ ફક્ત સામાન્ય સતર્કતાની નથી, પરંતુ યુદ્ધના મોટાપાયા પર વિસ્તારની તૈયારી લાગે છે. અમેરિકાએ પાંચ હજારથી પણ વધુ સૈનિકો ખડક્યા છે.
અમેરિકા છેલ્લા કેટલાક સમયથી ઇરાન પર હવાઈ હુમલા તો કરી જ રહ્યું છે, હવ અમેરિકા પોતાની લશ્કરી ક્ષમતા વધુ મજબૂત કરવા ઇરાનની સાથે-સાથે હુથીઓને પણ ખાત્મો કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાઅ જર્મનીથી વધારે કોમ્બેટ મેડિક્સ મોકલ્યા છે. મેડિકલ સ્ટાફના સપોર્ટમાં થયેલો વધારો દર્શાવે છે કે અમેરિકા મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.
અમેરિકાની સ્પેશ્યલ ઓપરેશન ફોર્સીસને અમેરિકાના બેઝથી મિડલ ઇસ્ટ મોકલવામાં આવી રહી છે. આ ક્ષેત્રમાં લડાયક સ્કવોડ્રન્સ પહેલેથી જ છે. અમેરિકા અને બ્રિટનમાં ઉપલબ્ધ બોમ્બર્સ અને તેમા પણ ખાસ કરીને બ્રિટનમાં બી-૧ લેસર બોમ્બર્સ મોટા યુદ્ધ અભિયાન માટે હાઈ એલર્ટ પર છે. આ બતાવે છે કે અમેરિકા હવે આ યુદ્ધને ફક્ત હવાઈ હુમલા પૂરતું જ સીમિત રાખવા માંગતુ નથી. સ્પેશ્યલ ફોર્સીસ ગ્રાઉન્ડ ઓપરેશન્સ માટે તૈયાર છે, જે ઇરાન કે તેના સહયોગી જૂથો સામે કાર્યવાહી કરી શકે છે. બી-૧ બોમ્બર્સની સુપરસોનિક સ્પીડ અને જબરદસ્ત પેલોડ ક્ષમતા ઇરાન જેવા મોટા લક્ષ્યાંકો માટે એકદમ યોગ્ય છે.
અમેરિકન નૌકાદળે પણ તેની ઉપલબ્ધતામાં વધારો કર્યો છે. હાલમાં ૧૭ જહાજ મધ્યપૂર્વમાં છે. તેમા બે કેરિયર સ્ટ્રાઇક ગુ્રપ્સ, ૧૧ ડિસ્ટ્રોયર્સ, અને એક મરીન એક્સપીડિશનરી યુનિટ સામેલ છે. અમેરિકાએ સળંગ ૧૨માં દિવસે ઇરાન પર હુમલા કર્યા છે. હુથીઓએ એન્સેલિયા અને લયલા નામના બે જહાજ પર હુમલા કર્યા હતા અને બાબ અલ મંડેબને બંધ કરી દેવાની ધમકી આપી છે. ઇરાનના સમર્થક હૂથીએ બુધવારે જ શીપીંગ કંપનીઓને ચેતવણી આપી દીધી હતી કે જો તેઓ સઉદી અરબનાં બંદરોનો ઉપયોગ કરશે તો તેનાં ટેન્કરો ઉપર હુમલાનો ખતરો વધી જશે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે બુધવારે સાંજે જાહેર કર્યુ હતું કે, અમેરિકાએ સતત ૧૨મી રાત્રીએ ઇરાન પર હુમલા ચાલુ રાખ્યા છે. તે સામે ઇરાનના સરકારી મીડીયો ગુરુવારે સવારે જણાવ્યું હતું કે દેશના દક્ષિણ- પશ્ચિમમા આવેલા રામગીર અને અરબાઝ શહેરો પર આતંકવાદી દુશ્મન અમેરિકાએ મિસાઇલ હુમલા કર્યા હતા. જયારે ગલ્ફ વિસ્તારમાં સમુદ્ર તટે રહેલા બુશહર પ્રાંતના અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાએ અમારા વિસ્તારમાં પણ મિસાઇલ હુમલા કર્યા છે.
ધી ગાર્ડીયનના રીપોર્ટ પ્રમાણે સ્ટુડન્ટસ ન્યુઝ નેટ વર્કે એક સલામતી અધિકારીનો હવાલો આપતાં જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ઇરાનમાં શાલમ-યેર બોર્ડર ક્રોસિંગ પર થયેલા અમેરિકી હુમલામાં બેનાં મૃત્યુ થયા હતા. અનેક ઘાયલ થયા છે.




