World

મિડલ ઈસ્ટમાં ભયાનક યુદ્ધના 'સંકેત', ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ અને ઈરાનનો વળતો પ્રહાર

By GS TEAM
5 Apr 20262 mins read
TukuTouch Logo
મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે નિર્ણાયક અને અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આગામી 48 કલાકમાં વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) ખોલવામાં નહીં આવે અને સમજૂતી કરવામાં નહીં આવે, તો ઈરાન પર 'કહર' તૂટી પડશે. આ સાથે જ 6 એપ્રિલની ડેડલાઈન હવે ઈરાન માટે અસ્તિત્વનો સવાલ બની ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટમાં ભયાનક યુદ્ધના 'સંકેત', ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ અને ઈરાનનો વળતો પ્રહાર

Donald Trump and Iran War News : મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે નિર્ણાયક અને અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આગામી 48 કલાકમાં વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) ખોલવામાં નહીં આવે અને સમજૂતી કરવામાં નહીં આવે, તો ઈરાન પર 'કહર' તૂટી પડશે. આ સાથે જ 6 એપ્રિલની ડેડલાઈન હવે ઈરાન માટે અસ્તિત્વનો સવાલ બની ગઈ છે.

ટ્રમ્પના બદલાતા તેવર અને 'ઓપરેશન એપિક ફ્યુરી'

28 ફેબ્રુઆરીએ ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે 'ઓપરેશન એપિક ફ્યુરી' શરૂ કર્યું ત્યારથી જ ટ્રમ્પના નિવેદનોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ક્યારેક તેઓ મંત્રણાની વાત કરે છે, તો ક્યારેક ઈરાનને 'સ્ટોન એજ' (પાષાણ યુગ) માં મોકલી દેવાની ધમકી આપે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો ધીરજ હવે ખૂટી રહ્યો છે.

વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો

હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને કારણે વિશ્વના કુલ તેલ અને ગેસ પુરવઠાનો 20% હિસ્સો અટવાઈ પડ્યો છે. યુદ્ધ પહેલા બ્રેન્ટ ક્રૂડ જે 73 ડોલર પ્રતિ બેરલ હતું, તે હવે 100 ડોલરને પાર કરી ગયું છે. જોકે, ઈરાને ભારત જેવા મિત્ર દેશોના જહાજોને મર્યાદિત અવરજવરની છૂટ આપી છે, પરંતુ સતત થતા ડ્રોન અને મિસાઈલ હુમલાઓએ આ માર્ગને જોખમી બનાવી દીધો છે.

ઈરાનની વળતી ધમકી 

ઈરાને પણ હવે ટ્રમ્પની ધમકીનો જવાબ આપતા કહ્યું કે મિડલ ઈસ્ટમાં સ્થિતિ વણસી શકે છે. જો તણાવ વધતું રહેશે તો અમેરિકા અને ઈઝરાયલ માટે મિડલ ઈસ્ટ નર્ક સમાન બની જશે અને ઇરાનને હરાવવાનો વહેમ તેમને ફસાવી દેશે. 

ઈરાનનો દાવો: અમેરિકાના  વિમાનો તોડી પાડ્યા

બીજી તરફ, ઈરાન પણ નમતું જોખવા તૈયાર નથી. ઈરાની અધિકારી ઇબ્રાહિમ જોલ્ફાઘારીએ દાવો કર્યો છે કે તેમના ડ્રોન અને મિસાઈલોએ અમેરિકા અને ઈઝરાયલના અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. અહેવાલો મુજબ, છેલ્લા 24 કલાકમાં ઈરાને બે અમેરિકી F-15E એરક્રાફ્ટ તોડી પાડ્યા હોવાનો દાવો પણ કર્યો છે, જે યુદ્ધની ગંભીરતા દર્શાવે છે.

હવે સમગ્ર વિશ્વની નજર 6 એપ્રિલ પર છે. જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સંમત નહીં થાય, તો અમેરિકા તેના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પાયે હુમલા કરી શકે છે, જે આખા મિડિલ ઈસ્ટને વધુ ઊંડા યુદ્ધમાં ધકેલી શકે છે.