World

ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો અચાનક જ મોટો નિર્ણય, સૈન્ય પ્રમુખને 'બળજબરીપૂર્વક નિવૃત્ત' કર્યા

By GS TEAM
3 Apr 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ઘેરાતા યુદ્ધના વાદળો વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર કર્યો છે. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને તાત્કાલિક પદ છોડી દેવા અને નિવૃત્તિ લેવા આદેશ આપ્યો છે. ઈરાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો અચાનક જ મોટો નિર્ણય, સૈન્ય પ્રમુખને 'બળજબરીપૂર્વક નિવૃત્ત' કર્યા

Middle East Tension: મિડલ ઈસ્ટમાં ઘેરાતા યુદ્ધના વાદળો વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર કર્યો છે. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને તાત્કાલિક પદ છોડી દેવા અને નિવૃત્તિ લેવા આદેશ આપ્યો છે. ઈરાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

કેમ લેવાયો આ અચાનક નિર્ણય?

રોઇટર્સના અહેવાલ અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્રને જનરલ રેન્ડી જ્યોર્જની કાર્યશૈલી અને ટ્રમ્પના લશ્કરી વિઝનને અમલમાં મૂકવાની તેમની ક્ષમતા પર શંકા હતી. ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ એવા જનરલની શોધમાં છે જે પ્રમુખ ટ્રમ્પના આક્રમક અભિગમ સાથે સુસંગત હોય. નોંધનીય છે કે, જનરલ રેન્ડી જ્યોર્જની નિમણૂક 2023માં જો બાઈડેન દ્વારા કરવામાં આવી હતી. તે અગાઉ બાઈડેન શાસનકાળમાં લોયડ ઓસ્ટિનના વરિષ્ઠ લશ્કરી સહાયક પણ રહી ચૂક્યા છે.


અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે યુએસ આર્મીના ચીફ ઓફ સ્ટાફ અને અન્ય બે સેનાના અધિકારીઓને હટાવી દીધા છે. આમાં ટ્રાન્સફોર્મેશન એન્ડ ટ્રેનિંગ કમાન્ડના જનરલ ડેવિડ હોડન અને ચેપલિન કોર્પ્સના ચીફ મેજર જનરલ વિલિયમ ગ્રીન જુનિયરનો સમાવેશ થાય છે.

ઈરાન સામે 'સ્ટોન એજ' પ્લાન?

આ ફેરફાર એવા સમયે થયો છે જ્યારે અમેરિકા મિડલ ઈસ્ટમાં મોટા પાયે સૈનિકો તહેનાત કરી રહ્યું છે. ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાનને ચેતવણી આપી હતી કે ઈરાનને હુમલા દ્વારા 'સ્ટોન એજ' (પાષાણ યુગ)માં પાછા મોકલી દેશે. જમીન પર લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ વચ્ચે નવા આર્મી ચીફની નિમણૂક વ્યૂહાત્મક રીતે મહત્ત્વની માનવામાં આવે છે.

આ પણ વાંચો: ટ્રમ્પે ફરી ટેરિફ ઝીંક્યો, ફાર્મા પર 100% ટેક્સ જ્યારે સ્ટીલ-એલ્યુમિનિયમ જેવા મેટલ્સને રાહત

કોણ હશે નવા આર્મી ચીફ?

જનરલ રેન્ડી જ્યોર્જનો કાર્યકાળ 2027 સુધી હતો, પરંતુ તેમને અધવચ્ચે જ નિવૃત્ત થવાની ફરજ પાડવામાં આવી છે. તેમના અનુગામી તરીકે જનરલ ક્રિસ્ટોફર લાનેવનું નામ સૌથી આગળ છે. તે 82મા એરબોર્ન ડિવિઝનના કમાન્ડિંગ જનરલ રહી ચૂક્યા છે, જે પેરાશૂટ હુમલામાં વિશ્વભરમાં નિષ્ણાત ગણાય છે.

બીજા કોના પદ જોખમમાં?

ટ્રમ્પ વહીવટની આ 'ક્લીનઅપ' ડ્રાઈવમાં માત્ર આર્મી ચીફ જ નહીં, પરંતુ અન્ય ટોચના અધિકારીઓ પર પણ ગાજ પડી શકે છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, FBI ચીફ કાશ પટેલ અને DNI તુલસી ગબાર્ડના પદો પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જનરલ રેન્ડી જ્યોર્જે હજુ સત્તાવાર રીતે રાજીનામું આપ્યું નથી, પરંતુ પેન્ટાગોનના આદેશ બાદ તેઓ ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતા છે. દાયકાઓ લાંબી કારકિર્દી ધરાવતા જનરલ જ્યોર્જે ગલ્ફ વોર, ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધમાં મહત્ત્વની સેવા આપી છે.