World

‘ઈરાને માફી માંગી, અમને 10 ઓઈલ ટેન્કર ગિફ્ટ આપ્યા, તમામ પર પાકિસ્તાની ધ્વજ’ યુદ્ધવિરામના પ્રયાસો વચ્ચે ટ્રમ્પનો દાવો

By GS TEAM
26 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને પાકિસ્તાન અંગે ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે દાવો કર્યો છે કે, વાતચીત પ્રક્રિયા દરમિયાન ઈરાને અમેરિકાને 10 ઓઈલ ટેન્કર ગિફ્ટ આપ્યા છે અને આ તમામ જહાજો પર પાકિસ્તાની ઝંડા હતા. તેમણે એવું પણ કહ્યું છે કે, યુદ્ધવિરામમાં પાકિસ્તાની ભૂમિકા પણ હોઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ઈરાને માફી માંગી, અમને 10 ઓઈલ ટેન્કર ગિફ્ટ આપ્યા, તમામ પર પાકિસ્તાની ધ્વજ’ યુદ્ધવિરામના પ્રયાસો વચ્ચે ટ્રમ્પનો દાવો

US-Iran War Update News : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને પાકિસ્તાન અંગે ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે દાવો કર્યો છે કે, વાતચીત પ્રક્રિયા દરમિયાન ઈરાને અમેરિકાને 10 ઓઈલ ટેન્કર ગિફ્ટ આપ્યા છે અને આ તમામ જહાજો પર પાકિસ્તાની ઝંડા હતા. તેમણે એવું પણ કહ્યું છે કે, યુદ્ધવિરામમાં પાકિસ્તાની ભૂમિકા પણ હોઈ શકે છે.

ઈરાને અમેરિકાને હોર્મુઝમાંથી 10 ટેન્કર પસાર થવા દેવાની ખાતરી આપી : ટ્રમ્પનો દાવો

વ્હાઈટ હાઉસમાં ગુરુવારે કેબિનેટની બેઠક બાદ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ‘ઈરાને હોર્મુઝ જળસંધી હેઠળ અમેરિકાને 10 ઓઈલ ટેન્કર પાર કરાવવાની મંજૂરી આપી હતી. આ ઈરાન તરફથી એક ગુડવિલ ભેટ હતી. ઈરાને શરૂઆતમાં હોર્મુઝમાંથી આઠ ટેન્કરને પસાર કરવાની ખાતરી આપી હતી. તેઓ દેખાડવા માંગતા હતા કે તેઓ આ મુદ્દે ગંભીર છે અને વાતચીતમાં સહયોગ કરી રહ્યા છે. ઈરાને કહ્યું કે, તેઓ અમેરિકાને ક્રૂડ ઓઈલના આઠ મોટા જહાજો આપશે. મને લાગ્યું કે, તેઓ સાચા હતા અને ખરેખર ગંભીર હતા. આમાંથી કેટલાક જહાજો પર પાકિસ્તાની ઝંડા હતા. ઈરાને અમેરિાકને અત્યાર સુધીમાં કુલ 10 ટેન્કરને મોકલી દીધા છે.’

આ પણ વાંચો : ઈરાનમાં યુદ્ધ વચ્ચે કાળા સમુદ્રમાં ટેન્શન વધ્યું! રશિયાથી લઈ જતા ઓઈલ ટેન્કર પર 'રહસ્યમય' હુમલો

ઈરાને અમેરિકાને ગુડવિલ ભેટ આપી

જોકે ટ્રમ્પે ટેન્કરો વિશે વધુ વિગતો આપી નથી, પરંતુ તેમણે આ પગલાને ઊર્જાને લઈને મોટી રાહત ગણાવી છે. તેમણે કહ્યું કે, આ એક મોટી અને મૂલ્યવાન ભેટ હતી. આઠ મોટા ઓઈલ ટેન્કરો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે, તેની માહિતી મને સમાચારમાંથી મળી. પછી ઈરાને વધુ ટેન્કરો મોકલતા કુલ ટેન્કરની સંખ્યા 10 થઈ ગઈ. ઈરાનનું આ પગલું વાટાઘાટોની સફળતાના સંકેત છે.

‘કેટલાક જહાજો પર પાકિસ્તાની ઝંડા’

તેમણે એવું પણ કહ્યું કે, આમાંથી કેટલાક જહાજો પર પાકિસ્તાની ઝંડા હતા. તેનાથી પાકિસ્તાને લોજિસ્ટિકમાં ભૂમિકા નિભાવી હોવાના સંકેત મળ્યા છે. જોકે આ મુદ્દે વ્હાઈટ હાઉસ દ્વારા કોઈ સત્તાવાર વિગત અપાઈ નથી. નિષ્ણાંતોનું માનવું છે કે, આ પગલું અમેરિકા-ઈરાન વચ્ચે વિશ્વાસ અને વાતચીતને મજબૂત કરી શકે છે.

અમેરિકન પ્રમુખે વધુમાં કહ્યું કે, ઈરાનના આ પગલાથી લાગી રહ્યું છે કે, બંને દેશો વાતચીત અને સમજૂતી માટે ગંભીર છે. ટ્રમ્પે આ પગલાને અમેરિકા માટે સૌથી મોટી સફળતા ગણાવી છે. 

આ પણ વાંચો : ‘કોઈ મદદ માટે આગળ ન આવ્યું, અમે યાદ રાખીશું’ યુદ્ધ વચ્ચે ફરી નાટો દેશો પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ