World

ટ્રમ્પે એઆઈનું નામ બદલ્યું, હવે 'સુપર ઇન્ટેલિજન્સ'ના નામે ઓળખાશે

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટન ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે AI કંપનીઓના વડાઓ, જેમાં મસ્ક, સુંદર પિચાઈ, ઝુકરબર્ગ અને હુઆંગનો સમાવેશ થાય છે, તેમની હાજરીમાં મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો. હવે સરકારી કામકાજમાં 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' (AI) ને બદલે 'સુપર ઇન્ટેલિજન્સ' શબ્દનો ઉપયોગ થશે. આ કંપનીઓ સ્વ-નિયમન માટે સંમત થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે એઆઈનું નામ બદલ્યું, હવે 'સુપર ઇન્ટેલિજન્સ'ના નામે ઓળખાશે
  • અમેરિકાની એઆઈ કંપનીઓ સાથે સેલ્ફ પોલિસનો કરાર
  • એઆઈ દિગ્ગજો મસ્ક, સુંદર પિચાઈ, માર્ક ઝુકરબર્ગ જેન્સેન હુઆંગની હાજરીમાં જ આદેશ જારી કર્યો
  • અમેરિકાના સરકારી કામકાજમાં હવે એઆઈના સ્થાનેથી સુપર ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે

વોશિંગ્ટન : નામ બદલવાનો ઇજારો ફક્ત ભારતીયોનો જ નથી, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પણ તેમાથી જરા પણ પાછા પડે તેમ નથી. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની બધે બોલબાલા છે, પરંતુ ટ્રમ્પ તંત્રએ એઆઈના બદલે સુપર ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. તેથી અમેરિકા સરકારી કામકાજમાં હવે એઆઈના બદલે સુપર ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ સંદર્ભમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે. તેના પછી અમેરિકન એજન્સીઓને હવે એઆઈના બદલે સુપર ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે એઆઈ ટેકનોલોજી ઘણી ઝડપથી વૃદ્ધિ પામી રહી છે. આજના એઆઈ મોડેલ ફક્ત સવાલોના જવાબ આપવા કે ટેક્સ્ટ લખવા સુધી સીમિત નથી. તે કોડિંગ, રિસર્ચ એનાલિસ્ટ અને ઘણા બીજા કામ કરી શકે છે. આ જ કારણે અમેરિકા પોતાની સરકારી ભાષામાં એઆઈના બદલે સુપર ઇન્ટેલિજન્સ શબ્દના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે.
જો કે આનો અર્થ ેએવો ન કરી શકાય કે જૂના બધા સરકારી દસ્તાવેજોને બદલવામાં આવશે. જૂના રેકોર્ડ પહેલા જારી નિયમ અને જૂના કોન્ટ્રાક્ટને બદલવાની જરૂર નહીં પડે. સુપર ઇન્ટેલિજન્સ શબ્દનો ટેકનોલોજીના વિશ્વમાં એવો અર્થ થાય છે કે તે માનવીય બુદ્ધિમતાથી આગળ નીકળી જાય. અમેરિકાના એક આદેશમાં તેનો ઉપયોગ હાલમાં એઆઈ સિસ્ટમ અને ટેકનોલોજી માટે એક સરકારી શબ્દ તરીકે કરવામાં આવી રહ્યો છે.
અમેરિકા આ આદેશનો ઉપયોગ વર્તમાન એઆઈ સિસ્ટમ અને ટેકનોલોજી માટે સરકારી શબ્દ તરીકે કરવા માંડયું છે. સરકાર આગળ ચાલીને સુપર ઇન્ટેલિજન્સની સત્તાવાર વ્યાખ્યા સુનિશ્ચિત કરશે. આના લીધે વર્તમાન એઆઈ ટૂલ્સ જેવા કે ચેટજીપીટી કે બીજા એઆઈ પ્લેટફોર્મના નામ બદલાયા નથી. આ પરિવર્તન મુખ્ય રીતે સરકારી ભાષા અને સરકારી કમ્યુનિકેશનમાં કરવામાં આવ્યું છે.
ટ્રમ્પે ટેક ઇન્ડસ્ટ્રીના ટોચના વડાઓ સાથે વ્હાઇટ હાઉસમાં બેઠક કર્યા પછી આ નિર્ણય લીધો. આ બેઠકમાં સ્પેસએક્સ અને ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક, મેટાના માર્ક ઝુકરબર્ગ, ગૂગલના સુંદર વિચાઈ અને એનવિડીયાના જેન્સેન હુઆંગ સહિત કેટલીય અગ્રણી કંપનીઓના સીઇઓ હાજર હતા.
ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે અને અમેરિકાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગુ્રપની મોટી કંપનીઓએ કરાર કર્યો છે, તેના અન્વયે આ કંપનીઓના આગેવાનોએ વ્હાઇટ હાઉસ સાથે કરાર કર્યા છે કે તે સેલ્ફ પોલિસિંગ કરશે. એટલે કે એઆઈના વિકાસ પર તે સ્વનિયંત્રણ રાખશે. એક રીતે આ તેઓનું સેલ્ફ ડેકલેરેશન છે.