ટ્રમ્પે આખા વિશ્વમાં અમેરિકન વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટ્રમ્પના નિર્ણયથી ભારતીયોને સૌથી વધુ અસરની શક્યતા
- અમેરિકાની સરકારી પ્રણાલિ પર નભવા માંગતા અરજદારોને શોધી કાઢવા કાઉન્સિલરોને તાલીમના હેતુથી પ્રતિબંધ મૂકાયો
વોશિંગ્ટન : દિવસ પડે અને વિશ્વના આંચકો ન આપે તો ટ્રમ્પ નહીં. ટ્રમ્પ તંત્રએ અચાનક જ આખા વિશ્વમાં ચાલતી અમેરિકન વિઝાની એપોઇન્ટમેન્ટ રોકી દીધી છે. તેની સૌથી વધુ અસર ભારત પર પડે તેવી સંભાવના છે. ટ્રમ્પ તંત્રએ પોતાના બીજા કાર્યકાળમાં અમેરિકામાં ઇમિગ્રેશન પર આકરા અંકુશો નાખ્યા છે અને તે ઇમિગ્રેશન ફરતે અંકુશોનો ગાળિયો વધુને વધુ સખ્ત કરી રહ્યા છે.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું કે બધા અમેરિકન રાજદૂતાવાસો અને અને વેપારી દૂતાવાસોમાં એક ગ્લોબલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ ટ્રેનિંગ માટે વિઝા એપોઇન્ટમેન્ટમાં ફેરફાર કરવામાં આવશે. જો કે વિભાગે તાલીમના સમયગાળા અંગે કોઈ જાણકારી આપી નથી. વિભાગે જણાવ્યું હતું કે તેનું પહેલું ધ્યેય કાઉન્સેલર અધિકારીઓ અરજદારોની તપાસ સારી રીતે કરે અને તે લોકોની ઓળખ કરવામાં મદદ કરે જે અમેરિકાની સરકારી સગવડો પર આધાર રાખતા થાય તેવી સંભાવના છે.
આ પ્રતિબંધ એવા સમયે લગાવવામાં આવ્યો છે જ્યારે ટ્રમ્પ તંત્ર ઇમિગ્રેશન પર સખ્તાઈ સતત વધારી રહ્યું છે. તેમા વિઝા અને ગ્રીન કાર્ડ રદ કરવા પણ સામેલ છે. અમેરિકાએ ઘણા આધારો પર અરજીઓ ફગાવી દીધી છે, જેમા રાજકીય વિચાર અને પેલેસ્ટાઇન સમર્થનમાં ઇઝરાયેલ સામેના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાનો સમાવેશ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે આ પગલાંનો હેતુ સ્થાનિક સુરક્ષાના મોરચે સ્થિતિ વધુ સારી બનાવવાનો છે.
આ ઉપરાંત અમેરિકન એડવોકેસી ગૂ્રપે એચ-૧બી વિઝા કામદારો માટે ૧.૦૩ લાખ ડોલરની વધારાની ફીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે આના કારણે છેવટે અમેરિકન કામદારોની જોબ વિદેશમાં જતી રહેશે.
હવે જે ભારતીય અરજદારોના ઇમિગ્રન્ટ કે નોન ઇમિગ્રન્ટ વિઝા ઇન્ટરવ્યુ પહેલેથી જ નક્કી હતા, તેમની હવે એપોઇન્ટમેન્ટ્સ રદ થઈ શકે છે અથવા તો તેને આગળ વધારી શકાય છે. અમેરિકાની સરકારે તે સ્પષ્ટ કર્યું નથી કે આ તાલીમ કેટલા સમય ચાલશે, જેનાથી ભારતીય અરજદારોએ નવી તારીખ માટે લાંબી રાહ જોવાની ફરજ પડી શકે છે. હવે જે ભારતીય પોતાના કુટુંબ કે નોકરીના આધારે ગ્રીન કાર્ડ કે સ્થાયી વિઝાની રાહ જોઈ રહ્યા છે તેમની પ્રક્રિયા વચ્ચે જ અટકી શકે છે.
ટ્રમ્પ તંત્રની ઇમિગ્રેશન નીતિઓએ કાયદાકીય પડકારોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હમણા શુક્રવારે જ અમેરિકન જજે ટ્રમ્પની તે નીતિને ફગાવી દીધી જેમા તેણે ૭૫ દેશોના ઇમિગ્રન્ટ માટે અરજી કરવા પર પ્રતિબંધ મૂકયો હતો. જજે ચુકાદો આપ્યો હતો કે આ પગલું તેમના અધિકાર ક્ષેત્રની બહાર હતું.




