‘વિશ્વભરના દુશ્મનો આપણાથી ડરે છે’ એક દેશ પર કબજો કર્યા બાદ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image : Twitter X/The White House |
Donald Trump On Venezuela Military Operation : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કેરોલિનામાં વિશ્વના સૌથી મોટા સૈન્ય મથકોમાંના એક એવા ‘ફોર્ટ બ્રેગ’ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવવા માટેના વિશેષ સૈન્ય અભિયાનમાં સામેલ જવાનોની ભારોભાર પ્રશંસા કરી હતી. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અમેરિકાની સૈન્ય શક્તિએ વિશ્વભરને પોતાની તાકાતનો પરિચય કરાવી દીધો છે.
વિશ્વએ અમેરિકાની સૈન્ય શક્તિ જોઈ : ટ્રમ્પ
સૈનિકો અને તેમના પરિવારોને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું કે, ‘ગત ત્રીજી જાન્યુઆરીએ વેનેઝુએલા વિરુદ્ધ સાહસિક કાર્યવાહી કરાઈ હતી, તે જોનારા વિશ્વભરને ખબર પડી ગઈ છે કે, અમેરિકાની સૈન્ય શક્તિ શું કરી શકે છે. આ કાર્યવાહીથી નિશ્ચિત થઈ ગયું છે કે, દુનિયાભરના દુશ્મનો હવે આપણાથી ડરે છે.’
સૈનિકોને આપ્યો ‘ફાઈટ અને વિન’નો મંત્ર
ટ્રમ્પે જુસ્સા સાથે જવાનોનો ઉત્સાહ વધારતા કહ્યું કે, ‘તમારા કમાન્ડર ઈન ચીફ તમને પૂરેપૂરો સપોર્ટ કરે છે.’ આ સાથે જ તેમણે પોતાના ચૂંટણી અભિયાનના નારાનો ઉપયોગ કરતા સૈનિકોનો જુસ્સો વધાર્યો હતો, જેમાં તેમણે જવાનોને કહ્યું કે, ‘જ્યારે જરૂર પડશે, ત્યારે તમે લડશો, લડશો અને લડશો... તમે જીતશો, જીતશો અને જીતશો.’
આ પણ વાંચો : ભારત સાથે કેવા રહેશે બાંગ્લાદેશના સંબંધો? જીત બાદ તારિક રહેમાનનું પહેલું નિવેદન
રાજકીય રેલી જેવો માહોલ
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે સૈન્ય પરિવારો સાથે અંગત મુલાકાતો પણ કરી હતી. જોકે, આ સત્તાવાર મુલાકાત અભિનંદન સમારોહના બદલે રાજકીય રેલી જેવો કાર્યક્રમ લાગતો હતો. ટ્રમ્પે ઉત્તર કેરોલિનાથી સીનેટની ચૂંટણી લડી રહેલા અને રિપબ્લિકન નેશનલ કમિટીના પૂર્વ અધ્યક્ષ માઈકલ વ્હોટલીને મંચ પર બોલાવીને તેમનું સમર્થન પણ જાહેર કર્યું હતું.
શું હતી ત્રીજી જાન્યુઆરીની કાર્યવાહી?
ઉલ્લેખનીય છે કે, ત્રીજી જાન્યુઆરી-2026ના રોજ અમેરિકી સેનાએ વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને કારાકાસમાં ઘૂસીને ધરપકડ કરી હતી. તેમની સાથે પત્ની સિલિયા ફ્લોરેસને પણ કસ્ટડીમાં લેવામાં આવી હતી અને બંનેને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા. અમેરિકાએ માદુરો પર માદક દ્રવ્યોની તસ્કરીનો ગંભીર આરોપ મૂક્યો છે. તેઓ હાલ અમેરિકી કાયદાનો સામનો કરી રહ્યા છે.








