Get The App

ભારત સાથે કેવા રહેશે બાંગ્લાદેશના સંબંધો? જીત બાદ તારિક રહેમાનનું પહેલું નિવેદન

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
ભારત સાથે કેવા રહેશે બાંગ્લાદેશના સંબંધો? જીત બાદ તારિક રહેમાનનું પહેલું નિવેદન 1 - image

Tarique Rahman On India-Bangladesh Relations : બાંગ્લાદેશની ચૂંટણીમાં ‘બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી’ (BNP)એ પ્રચંડ વિજય મેળવ્યા બાદ પાર્ટીના અધ્યક્ષ રહેમાને આજે પ્રથમવાર દેશને સંબોધન કર્યું છે. આ દરમિયાન તેમણે વિશ્વભરને મેસેજ આપવાની સાથે બાંગ્લાદેશની નીતિ, જૂની સરકારની ભૂલો અને ભારત-બાંગ્લાદેશના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. 

આજથી બાંગ્લાદેશ આઝાદ : તારિક રહેમાન

બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાને સંબોધનમાં કહ્યું છે કે, તેઓ બીએનપી સરકારની ‘બાંગ્લાદેશ ફર્સ્ટ’ નીતિ પર કામ કરશે. તેમણે સંબોધનમાં પાવલફુલ લાઈનો ઉલ્લેખ કરીને અને બાંગ્લાદેશની સ્થિતિ બદલવાના સંકેત આપીને કહ્યું કે, ‘આજથી બાંગ્લાદેશ આઝાદ છે, આજથી આપણે સ્વતંત્ર છીએ.’

સ્વતંત્ર અને અધિકારનો સમય પરત આવ્યો : તારિક રહેમાન

તારિક રહેમાને દાવો કર્યો છે કે, બાંગ્લાદેશમાં 15 વર્ષ બાદ સ્વતંત્રતા અને અધિકારોનો ચોક્કર સમય પરત આવ્યો છે. તેમણે પાર્ટીની જીત તે લોકોને સમર્પિત કરી છે, જેમણે લોકશાહી માટે પોતાનું બલિદાન આપ્યું છે અને તમામ સંકટો પાર કરીને મતદાન કર્યું છે. તારિકના જણાવ્યા મુજબ, બાંગ્લાદેશ દોઢ દાયકા બાદ સીધા મતદાનથી જનતા પ્રત્યે જવાબદાર સંસદ અને સરકારની સ્થાપના થઈ છે.

આ પણ વાંચો : ભારત વિરુદ્ધ આતંકવાદી કાવતરું ઘડનારો સાંસદ બન્યો! બાંગ્લાદેશની ચૂંટણીમાં 3 કલંકિત નેતાઓની જીત

‘ગત સરકારના વારસામાં નબળી અર્થવ્યવસ્થા મળી’

સત્તા સંભાળતાની સાથે જ તેમણે પ્રજા સમક્ષ દેશની વાસ્તવિક સ્થિતિની પોલ ખોલી છે. તેમણે અગાઉની સરકારને તાનાશાહી ગણાવીને કહ્યું કે, તેમને વારસામાં નબળી અર્થવ્યસ્થા અને તૂટેલો કાયદો અને વ્યવસ્થા મલી છે. તેમણે સ્વિકાર કર્યો છે કે, જૂની સરકારે બંધારણ અને મહત્ત્વની લોકશાહી સંસ્થાઓને સંપૂર્ણ નબળી પાડી દીધી છે, જેને સુધારવાની અમારી પહેલી પ્રાથમિકતા છે.

તારિકનો યુવાઓને ખાસ મેસેજ

તેમણે દેશના લોકોને, ખાસ કરીને યુવાઓને ખાસ મેસેજ આપ્યો છે. આ ઉપરાંત તેમણે પોતાની બાંગ્લાદેશ ફર્સ્ટ નીતિની જેમ વિભાજનના બદલે એક થવા પર મહત્ત્વ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘કોઈપણ ખરાબ શક્તીઓ દેશમાં ફરી તાનાશાહી કરે નહીં અને દેશ કોઈનો ગુલામ બને નહીં તે માટે પ્રજાએ એક થવું પડશે. આપણા રસ્તા જુદા હોઈ શકે છે, પરંતુ આપણે દેશના હિતમાં એક રહેવું જોઈએ.’

ભારત-બાંગ્લાદેશના સંબંધો અંગે શું કહ્યું?

સંબોધન બાદ તારિક રહેમાનને પૂછવામાં આવ્યું કે, ભવિષ્યમાં ભારત-બાંગ્લાદેશના સંબંધો પર શું થશે? તો તેમણે કહ્યું કે, ‘અમારા માટે બાંગ્લાદેશ અને બાંગ્લાદેશના લોકો સૌથી ઉપર છે. આ માટે જે પણ શ્રેષ્ઠ હશે, અમે તે જ રીતે વિદેશ નીતિ બનાવીશું.’

આ પણ વાંચો : અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી 4 દિવસથી લાપતા, પોલીસને જીવના જોખમની આશંકા