World

મોટા યુદ્ધના ભણકારા, ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં અમેરિકા ઝંપલાવશે, ટ્રમ્પે હુમલાની મંજૂરી આપી

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. તેમણે અંતિમ આદેશની રાહ જોવાનું કહ્યું છે. ટ્રમ્પે તેમના વરિષ્ઠ સાથીદારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે હુમલા કરવાની મંજૂરી આપી હતી. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે અંતિમ આદેશ પછી હુમલો કરવામાં આવશે અને આ દરમિયાન તેમણે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને છોડી દેવા માટે સંમત થાય છે કે નહીં તે જોવાનું કહ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

મોટા યુદ્ધના ભણકારા, ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં અમેરિકા ઝંપલાવશે, ટ્રમ્પે હુમલાની મંજૂરી આપી

Donald trump and White House


 

Twitter 



Israel vs Iran Updates : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. તેમણે અંતિમ આદેશની રાહ જોવાનું કહ્યું છે. ટ્રમ્પે તેમના વરિષ્ઠ સાથીદારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે હુમલા કરવાની મંજૂરી આપી હતી. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે અંતિમ આદેશ પછી હુમલો કરવામાં આવશે અને આ દરમિયાન તેમણે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને છોડી દેવા માટે સંમત થાય છે કે નહીં તે જોવાનું કહ્યું હતું.

ટ્રમ્પનો મોટો દાવો 

એક જાણીતા અમેરિકન મીડિયાના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. તેમાં બેઠકમાં હાજર ત્રણ લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીને ટાંકીને આ જાણકારી અપાઈ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "પ્રમુખ ટ્રમ્પને આશા છે કે ઇઝરાયલી હુમલાઓમાં અમેરિકાની સંડોવણીના ભયને કારણે તેહરાન તેનો પરમાણુ કાર્યક્રમ છોડી દેશે."

ઈરાનના સર્વોચ્ચ નેતાની અમેરિકાને ચેતવણી

ઉલ્લખેનીય છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ તેમની ધમકીઓને નકારી કાઢી ચુક્યા હતા અને ટ્રમ્પને ધમકી આપી હતી કે જો અમેરિકા ઈઝરાયલના હુમલામાં જોડાશે તો તેના "ખરાબ પરિણામો" આવશે. તેમણે કહ્યું કે ઈરાન ક્યારેય ઝૂકશે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે કોઈપણ અમેરિકન લશ્કરી હસ્તક્ષેપનો સખત જવાબ આપવામાં આવશે, જેનાથી અમેરિકાને "ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન" થશે.

ટ્રમ્પનો સહયોગીઓ જ વિરોધમાં! 

બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને "બિનશરતી શરણાગતિ" સ્વીકારી લેવા કહ્યું હતું. જોકે, ખામેનેઇએ કહ્યું કે , "ઈરાન, ઈરાની રાષ્ટ્ર અને તેના ઇતિહાસને જાણતા બુદ્ધિશાળી લોકો ક્યારેય આ રાષ્ટ્ર સાથે ધમકીભરી ભાષામાં વાત ના કરી શકે કારણ કે ઈરાની રાષ્ટ્ર શરણાગતિ નહીં સ્વીકારે." રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર હુમલાને મંજૂરી આપી છે, પરંતુ તેમને રાષ્ટ્રપતિ બનવામાં મદદ કરનારા જૂથો નથી ઇચ્છતા કે દેશ મધ્ય પૂર્વમાં નવા યુદ્ધમાં ધકેલી દેવામાં આવે.