World

ઈરાન સામે અમેરિકાની લાચારીનો પર્દાફાશ, દુનિયાથી હકીકત છુપાવવા સેટેલાઇટ કંપનીઓ સામે હાથ જોડ્યાં

By GS Team
3 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ટ્રમ્પ પ્રશાસનની ભારે ફજેતી કરનારો એક સનસનીખેજ ખુલાસો થયો છે. ઈરાનના હુમલામાં અમેરિકાના સૈન્ય મથકોને થયેલા ભારે નુકસાનની વિગતો દુનિયાથી છુપાવવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રે ખાનગી સેટેલાઇટ કંપનીઓ સામે 'હાથ જોડવા' પડ્યા હોવાનું સામે આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સામે અમેરિકાની લાચારીનો પર્દાફાશ, દુનિયાથી હકીકત છુપાવવા સેટેલાઇટ કંપનીઓ સામે હાથ જોડ્યાં

Trump Iran War 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ટ્રમ્પ પ્રશાસનની ભારે ફજેતી કરનારો એક સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. ઈરાનના હુમલામાં અમેરિકાના સૈન્ય મથકોને થયેલા ભારે નુકસાનની વિગતો દુનિયાથી છુપાવવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રે ખાનગી સેટેલાઇટ કંપનીઓ સામે 'હાથ જોડવા' પડ્યા હોવાનું સામે આવ્યું છે.

પેટ્રાગોનને શેનો ડર હતો?

અમેરિકી સંરક્ષણ વિભાગ 'પેન્ટાગોન'ને ડર હતો કે જો હુમલામાં પાયમાલ થયેલા સૈન્ય ઠેકાણાઓની અસલી તસવીરો દુનિયા સામે આવશે, તો અમેરિકાની 'મહાસત્તા' તરીકેની છબીને ઊંડો આઘાત લાગશે. દુનિયાને ખબર પડી જશે કે ઈરાને અમેરિકાની અજેય ગણાતી સેનાને લાચાર બનાવી દીધી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાનું જાહેર અપમાન થાય તેમ હતું.

આ પણ વાંચો: અમેરિકાની આંતરરાષ્ટ્રીય ફજેતી: માલદીવ બાદ હવે નેપાળે પણ ટ્રમ્પના ખાસ દૂતને ન આપ્યો ભાવ

સેટેલાઇટ ઈમેજિંગ પર અચોક્કસ મુદતનો પ્રતિબંધ

આધુનિક યુગમાં 'મેક્સર' અને 'પ્લેનેટ લેબ્સ' જેવી ખાનગી કંપનીઓ અવકાશમાંથી કોઈપણ નુકસાનની સચોટ તસવીરો ખેંચી લે છે. આ અહેવાલ મુજબ અમેરિકાની દિગ્ગજ સેટેલાઇટ કંપની 'પ્લેનેટ લેબ્સ' એ ઈરાન અને મધ્ય-પૂર્વના સંઘર્ષવાળા વિસ્તારોની તસવીરો જાહેર કરવા પર અચોક્કસ મુદત માટે પ્રતિબંધ મૂકી દીધો છે. કંપનીએ આ પગલું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી ખાસ વિનંતી બાદ ઉઠાવ્યું છે. અગાઉ તસવીરોમાં 96 કલાક અને બાદમાં 14 દિવસનો વિલંબ રાખવાનો નિયમ હતો, જેને હવે વધારીને અચોક્કસ મુદતનો કરી દેવાયો છે.

તસવીરો છુપાવવાનો મુખ્ય હેતુ

આ સમગ્ર કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દુશ્મન દેશો આ તસવીરોનો ઉપયોગ અમેરિકા અને તેના સહયોગીઓ પર વધુ હુમલા કરવા માટે ન કરી શકે. સાથે જ, અમેરિકી જનતા અને વૈશ્વિક સમુદાયમાં પોતાની નબળાઈનો સંદેશ ન જાય તે માટે આ પુરાવાઓ છુપાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.