જાપાનમાં ભૂકંપનો મૃત્યુઆંક 18ને પાર : 62 લોકો ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- લાપતા લોકોની ચોક્કસ સંખ્યા જાણવા મળી નથી
34900મકાનોમાં વિજળી અને 15000 ઘરોમાં પાણી નથી : 8800થી વધુ લોકો શેલ્ટરમાં રોકાયા
કુમામોટો : દક્ષિણ પશ્ચિમ જાપાનમાં આવેલા એક જોરદાર ભૂકંપ પછી બુધવારે સેનાનાં જવાનો અને ઇમરજન્સી કર્મચારીઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત શોપિંગ મોલ અને ધરાશયી મકાનોની તપાસ કરી રહ્યાં છે. આ ભૂકંપમાં અત્યાર સુધી ૧૮ લોકોનાં મોત થવાનાં સમાચાર મળ્યા છે.
સરકારે જણાવ્યું છે કે એક દિવસ પહેલા દક્ષિણી મુખ્ય દ્વીપ ક્યૂશૂનાં કુમામોટો વિસ્તારમાં આવેલ ૭.૧ તીવ્રતાવાળા ભૂકંપમાં ઓછામાં ઓછા ૬૨ લોકો ઘાયલ થયા છે જેમાં ૬ની સ્થિતિ ગંભીર છે.
જો કે આ સંખ્યા સતત વધી રહી છે. ખૂબ જ વધારે ગરમીને કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની ચિંતા વધી ગઇ છે. ભીષણ ગરમીથી બચાવ ટીમનાં સભ્યો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કેટલા લોકો લાપતા થયા છે. કાશિમા શહેરનાં એયોન મોલ શોપિંગ સેન્ટરમાં સૌથી વધારે નુકસાન થયું છે. ત્યાં ભૂકંપનાં સમયે હજારોની સંખ્યામાં લોકો હાજર હતાં.
કુમામોટો પ્રીફેકચુરલ ગવર્મેન્ટ ડિઝાસ્ટર ટીમ અનુસાર યાત્સુશિનોમાં નિપ્પોન પેપર ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં ચિમની પડી જવાથી પાંચ લોકોનાં મોત થયા છે. કાટમાળમાંથી વધુ સાત લોકોને બચાવવામાં આવ્યા છે.
કુમામોટો અધિકારીઓએ જણાવ્યું છે કે લગભગ ૩૪૯૦૦ મકાનોમાં હજુ પણ વિજળી નથી અને લગભગ ૧૫૦૦૦ ઘરોમાં પાણી નથી. ૮૮૦૦થી વધુ લોકો પોતાના ઘરો છોડીને ૪૦૦થી વધુ શેલ્ટરમાં રહી રહ્યાં છે.
ભૂકંપ પછી બુલેટ ટ્રેન સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. જે હજુ પણ બંધ છે. જો કે કુમામોટો એરપોર્ટ પર બુધવારથી ફલાઇટ શરૂ કરી દેવામાં આવી છે. કુમામોટોમાં ૨૦૧૬માં પણ ભૂકંપ આવ્યો હતો જેમાં ૫૦ લોકોનાં મોત થયા હતાં.




