મોસ્કોની રેસ્ટોરાંમાં આત્મઘાતી હુમલામાં ત્રણનાં મોત, 21 ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોસ્કો : રશિયાની રાજધાની મોસ્કોમાં કુદ્રિન્સ્કાયા સ્ક્વેર ખાતે એક વૈભવી રેસ્ટોરાંમાં થયેલા આત્મઘાતી હુમલામાં હુમલાખોર સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા અને ૨૧થી વધુ ઘાયલ થયા હતા.
રશિયાની રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સમિતિએ જણાવ્યું કે, શનિવારે રાતે એક અજ્ઞાાત મહિલા કુદ્રિન્સ્કાયા સ્ક્વેર પર સ્થિત બાલ્ઝી રોસી રેસ્ટોરાંમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ એક સિક્યોરિટી ગાર્ડે તેને અટકાવી હતી. મહિલા પાસે હોમમેડ ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (આઈઈડી) હતી, જે રેસ્ટોરાંમાં ઘૂસતા પહેલા જ ફાટી ગઈ હતી. આ વિસ્ફોટમાં મહિલા સાથે તેને રોકનાર સિક્યોરિટી ગાર્ડ અને એક ગ્રાહકનું મોત થયું હતું. રશિયન અધિકારીઓએ મહિલાની ઓળખ જાહેર કરી નથી અને તેણે આ હુમલો શા માટે કર્યો તે પણ જણાવ્યું નથી. મીડિયા અહેવાલ મુજબ અજ્ઞાાત મહિલા એક બોક્સ લઈને આવી રહી હતી, જેના પર સિક્યોરિટી ગાર્ડને શંકા ગઈ હતી. તેણે મહિલાની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે બોક્સમાં ગીફ્ટ છે. ગાર્ડે તેની તલાશી લેવાનો પ્રયત્ન કરતા વિસ્ફોટ થયો હતો. એજન્સીનું માનવું છે કે બોમ્બને દૂરથી જ વિસ્ફોટ કરી ઉડાવાયો હતો. મહિલાને કદાચ પેકેટમાં શું છે તેની કોઈ માહિતી નહોતી. એજન્સીને શંકા છે કે વિસ્ફોટ સમયે વૈભવી હોટેલની અંદર એક ખાનગી કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમમાં સામેલ મહેમાન આતંકીઓના નિશાના પર હોઈ શકે છે. આ કાર્યક્રમમાં સુરક્ષાની આકરી વ્યવસ્થા કરાઈ હોવાથી મૃત્યુઆંક ઓછો હતો.









