''9/11 જેવા હુમલા થશે'' : ટ્રમ્પની ધમકી સામે ઇરાને અમેરિકાને વળતી ભયંકર ધમકી આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

'9/11/2001'ના દિવસે ન્યૂયૉર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર બિન-લાદેને વિમાન હુમલો કરાવી તેનો નાશ કરાવ્યો, તેની ઇરાને ટ્રમ્પને યાદ અપાવી
તહેરાન : હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી પસાર થતા જહાજો ઉપર હુમલા કરવા સામે ડૉનાલ્ડ ટ્રમ્પે ઇરાનને આપેલી ધમકીના જવાબમાં ઇરાને વળતી ધમકી આપતા કહ્યુંં હતું કે, 'જો અમેરિકા હુમલા બંધ નહીં કરે તો ઇરાન તેવું પગલું ભરશે કે જેથી અમેરિકામાં 'રાષ્ટ્રીય શોક' છવાઈ જશે.
આ અંગે વિશ્લેષકોનું સહજ અનુમાન છે કે, 'આ દ્વારા ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના દિવસે પાકિસ્તાન સ્થિત વૈશ્વિક ત્રાસવાદી ઓસામા-બિન-લાદેન દ્વારા ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર કરાયેલા વિમાની હુમલાની યાદ આપી હતી.
ઇરાનની 'મજલિસ' (સંસદ)ના આધારે અને વરિષ્ઠ મંત્રણાકાર મોહમ્મદ બાધેર ઘાવીબાફે તેવી ચેતવણી ઉચ્ચારી હતી કે જો ઈરાન તેનું તેલ વેચી નહીં શકે તો બીજો કોઈપણ દેશ વેચી નહીં શકે. (અમે વેચવા નહીં દઈએ) જ્યાં સુધી અમેરીકી દળો રહેશે ત્યાં સુધી હોર્મુઝ સલામત નહીં રહે. તેનું સમીકરણ બહુ સીધું છે. ઇરાનની સલામતી અંગે ગેરેન્ટી નહીં આપવામાં આવે ત્યાં સુધી હોર્મુઝ બંધ રહેશે.
બીજી તરફ ઇરાનના સ્ટેટ મીડિયાએ જણાવ્યું હતું કે, અમેરિકા જો અમારી એનર્જી- ફેસીલીટીઝ પર હુમલા ચાલુ રાખશે તો ઇરાન અમેરિકામાં જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ (પાયાની સવલતો) ઉપર હુમલા કરે જ રાખશે તો સમગ્ર અમેરિકા શોકમાં ડૂબી જશે તેવો વળતો ફટકો મારવામાં આવશે.
ઇરાનની સ્ટેટ ન્યૂઝ એજન્સીએ આપેલા આ અહેવાલનું સીધું અર્થઘટન તે ઈ શકે કે આ દ્વારા ઇરાને ૧૧મી સપ્ટેમ્બર ૨૦૧૧ના દિવસે પાકિસ્તાન- અફઘાન સરહદે રહેલા વૈશ્વિક આતંકવાદી ઓસામા- બિન લાદેને ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર્સના ટ્વિન ટાવર્સ ઉપર આતંકીઓએ વિમાન દ્વારા કરેલા હુમલાનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો, ઇરાન- અમેરિકા વચ્ચે તંગદિલી સતત વધતી જ જાય છે. ટ્રમ્પે ઇરાનના પૂલો અને પાવર પ્લાન્ટ્સ ઉડાડી દેવાની ધમકી ઉચ્ચારી છે તો તે સામે ઇરાને, સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ના દિવસે ન્યૂયોર્કના ટ્વિન ટાવર્સ ઉપર કરાયેલા વિમાની હુમલાની યાદ આપી છે.
જો ઇરાન, અમેરિકાની ઓળખ સમગ્ર સ્થાનોને અમેરિકામાં જ ગુપ્ત રીતે રહેલા તેના આતંકીઓ દ્વારા ઉડાડી મૂકે તો ઇરાન પર અમેરિકા મોતનો જ વરસાદ કરે તે નિશ્ચિત છે પરંતુ જેમ ૯/૧૧ પછી 'ટ્વિન ટાવર્સ' એક સ્મરણ બની રહ્યા તેમ જ ઇરાન અમેરિકાના સીમાચિહ્નરૂપ સ્થળો પૈકી કોઈને પણ 'સ્મરણ માત્ર' બનાવી શકે તેવી સ્પષ્ટ ભીતિ રહેલી છે.









