'...તો ઈઝરાયલ-સાઉદીના ઓઈલ ઠેકાણા તબાહ કરી નાખીશું' અમેરિકાને ઈરાનનું અલ્ટીમેટમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran and USA War Updates : મિડિલ ઈસ્ટમાં તણાવ સતત વધતો જઈ રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાની એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નવા હુમલાઓ કરવાની વિચારણા ચાલી રહી હોવાના અહેવાલો વચ્ચે ઈરાને ભારે વળતો પ્રહાર કરવાની ચેતવણી આપી છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સી 'તસ્નીમ'ના રિપોર્ટ મુજબ, જો અમેરિકા કે ઈઝરાયલ ઈરાન પર હુમલો કરશે તો ઈરાન મધ્ય પૂર્વના તમામ મુખ્ય ઓઈલ અને ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરોને નિશાન બનાવીને તબાહ કરી દેશે.
ઈરાનના નિશાના પર કયા-કયા એનર્જી સેન્ટર્સ?
ઈરાની સુરક્ષા અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા દ્વારા કોઈ ગેરસમજ કે અવિચારી પગલું ભરવામાં આવશે તો ઈરાને તે માટે એક વ્યાપક પ્લાન તૈયાર કરી રાખ્યો છે. ઈરાનના હુમલાની યોજનામાં મધ્ય પૂર્વના નીચે મુજબના મહત્વના તેલ અને ગેસ ક્ષેત્રો સામેલ છે:
સાઉદી અરેબિયા: ઘાવર ઓઈલ ફીલ્ડ (વૈશ્વિક પુરવઠાના 5%થી વધુ) તેમજ અબકૈક અને ખુરાઈસ ફેસિલિટીઝ (દૈનિક 70 લાખ બેરલથી વધુ ઉત્પાદન).
યુએઈ (UAE): ઝાકુમ ઓઈલ ફીલ્ડ અને રુવાઈસ રિફાઈનરી (દૈનિક 10 લાખ બેરલથી વધુ ક્ષમતા).
કતાર: નોર્થ ફીલ્ડ અને રાસ લફાન (વૈશ્વિક LNG વેપારનો લગભગ 20% હિસ્સો).
કુવૈત અને બહરીન: કુવૈતનું બુર્ગન ઓઈલ ફીલ્ડ (દૈનિક 20 લાખ બેરલ) અને બહરીનની સિત્રહ રિફાઈનરી.
ઈઝરાયલ: લેવિયાથન અને તમાર ગેસ ક્ષેત્રો.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી કડવાશ
એક વરિષ્ઠ ઈરાની સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે અમેરિકન સરકારની કોઈ પણ બેદરકારીનો જવાબ આપવા માટે તેઓ સજ્જ છે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન સંઘર્ષવિરામ (Ceasefire) વાટાઘાટોમાં તેહરાન પર પોતાની શરતો માનવા દબાણ વધારી રહ્યું છે. ઈરાન પર સંભવિત હુમલામાં ઈઝરાયલી સેના પણ સામેલ થઈ શકે છે, જેના કારણે સમગ્ર મિડિલ ઈસ્ટમાં મોટું યુદ્ધ છેડાઈ જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.









