World

ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
ઈરાને કતાર મારફતે અમેરિકા સમક્ષ 7 દિવસનો 'હોર્મુઝ પ્લાન' પ્રસ્તાવ મૂક્યો હતો. આ યોજના હેઠળ, ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા અને પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવા તૈયાર હતું, બદલામાં અમેરિકાએ નાકાબંધી હટાવવી અને તેલ પ્રતિબંધોમાં રાહત આપવી. જોકે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આ પ્રસ્તાવ સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. ટ્રમ્પને ઈરાનના ઈરાદાઓ પર શંકા છે અને તેમણે નવેમ્બરની ચૂંટણી પછી લશ્કરી કાર્યવાહીની શક્યતા પણ વ્યક્ત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?

Iran and USA War Updates : ઈરાને કતાર મારફતે અમેરિકા સમક્ષ એક 7 દિવસનો ખાસ પ્રસ્તાવ મૂક્યો હતો. આ યોજના હેઠળ ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને ફરી ખોલવા અને પરમાણુ મુદ્દે અમેરિકા સાથે વાતચીત પુનઃ શરૂ કરવા તૈયાર થયું હતું. પરંતુ તેના બદલામાં ઈરાને અમેરિકા સામે 3 મુખ્ય શરતો રાખી હતી.

અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવને સ્પષ્ટપણે અસ્વીકાર કરી દીધો છે. ટ્રમ્પને શંકા છે કે ઈરાન તેમની માંગણીઓ પૂરી નહીં કરે. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે તેમના સહયોગીઓને સંકેત આપ્યા છે કે નવેમ્બરમાં યોજાનારી 'મિડટર્મ' ચૂંટણીઓ પછી ઈરાન પર ફરીથી લશ્કરી કાર્યવાહી અને બોમ્બમારો શરૂ થઈ શકે છે.

ઈરાનનો 7 દિવસનો 'હોર્મુઝ પ્લાન' શું હતો?
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના જણાવ્યા અનુસાર, જો અમેરિકા તેમની શરતો સ્વીકારે તો આ 7 દિવસની સમયસીમા તે જ દિવસથી શરૂ થઈ જાત:

1 થી 5 દિવસ: અમેરિકાએ ઈરાની બંદરો પરથી નૌકાદળની નાકાબંધી હટાવવી, ઈરાની તેલના વેચાણ પરના પ્રતિબંધોમાં છૂટછાટ આપવી અને લેબનાનને પણ સાંકળતો યુદ્ધવિરામ અમલી બનાવવો.

6ઠ્ઠો દિવસ: ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલી દેવામાં આવે.

7મો દિવસ: બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દે સત્તાવાર વાટાઘાટો પુનઃ શરૂ થાય.

ટ્રમ્પનો ઇનકાર અને લશ્કરી કાર્યવાહીની શક્યતા

'વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, ટ્રમ્પને ઈરાનના ઈરાદાઓ પર ભરોસો નથી. જોકે, અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો હુમલો થશે તો તેનો વ્યાપ કેટલો મોટો હશે તે નક્કી નથી.

હાલમાં અમેરિકા પાસે શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો ઘટી રહ્યો હોવાથી, ટ્રમ્પ અત્યારે કોઈ મોટા સૈન્ય અભિયાન માટે સંપૂર્ણ તૈયાર દેખાતા નથી. અમેરિકા પોતાના શસ્ત્રભંડારને ભવિષ્યની અન્ય સંભવિત જરૂરિયાતો માટે બચાવીને રાખવા માંગે છે.

બીજી તરફ, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે દબાણ કે ધમકીઓ સામે પોતાના સાર્વભૌમ અધિકારો સાથે બાંધછોડ નહીં કરે. આ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા વાટાઘાટો મારફતે વિવાદ ઉકેલવાના વલણનું સ્વાગત કર્યું હતું.