World

ઇરાન સાથેનું યુદ્ધ ટ્રમ્પના કાર્યકાળના અંત સુધી ખેંચાઈ શકે, અમેરિકનોને મોંઘવારીમાંથી હાલ રાહત નહીં

By GS Team
11 Sep 20264 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ટોચના સલાહકારોએ ઈરાન યુદ્ધ તેમના કાર્યકાળના અંત સુધી ખેંચાઈ શકે તેવી ચેતવણી આપી છે. યમનમાં હુથીઓએ મોખા પોર્ટ સિટીમાં પ્રવેશતા હોર્મુઝ બાદ બાબ અલ મંડેબ જળમાર્ગ પણ જોખમમાં મૂકાયો છે, જેનાથી બ્રેન્ટ ક્રૂડના ભાવ 105 ડોલરને વટાવી ગયા છે. ઇઝરાયેલે ગાઝા પર હુમલા કર્યા અને ઈરાનને ઉર્જા એકમોને નિશાન બનાવવાની ધમકી આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાન સાથેનું યુદ્ધ ટ્રમ્પના કાર્યકાળના અંત સુધી ખેંચાઈ શકે, અમેરિકનોને મોંઘવારીમાંથી હાલ રાહત નહીં
  • અમેરિકન પ્રમુખના ટોચના સલાહકારોની આકરી ચેતવણીથી આખા વિશ્વમાં ખળભળાટ
  • હુથીઓ પોર્ટ સિટી મોખામાં પ્રવેશતા હોર્મુઝ પછી બીજો આંતરરાષ્ટ્રીય જળ માર્ગ બાબ અલ મંડેબ પણ ખતરામાં

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓએ તેમને ચેતવણી આપી છે કે ઇરાન સાથેનું યુદ્ધ ફક્ત બે કે ત્રણ મહિના નહીં પરંતુ તેમના કાર્યકાળના અંત સુધી ખેંચાઈ શકે છે. ટ્રમ્પના ટોચના સલાહકારોની આ ચેતવણીએ આખા વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. તેની સાથે-સાથે ઇરાનની પ્રતિકાર ક્ષમતા પણ અમેરિકાના પ્રતિબંધો છતાં કેટલી છે તે બતાવી દીધી છે.
આમ અમેરિકા સામેના યુદ્ધમાં ઇરાન બહુ-બહુ તો છ મહિના જ ટકવાની ક્ષમતા ધરાવે છે તેવી માન્યતા ધરાવતુ હતુ. આ માન્યતા ખોટી પડી છે. આમ ટ્રમ્પના સલાહકારોની વાત ટ્રમ્પના જ મિડ ટર્મ ચૂંટણી પૂરી થયા પછી ઇરાન યુદ્ધ પૂરુ થઈ જશે તે નિવેદનથી વિપરીત છે, વોલ સ્ટ્રીટ જર્નલના આ અહેવાલે ફક્ત અમેરિકા જ નહીં આખા વિશ્વને હચમચાવી નાખ્યુ છે અને બતાવ્યુ છે કે ખાડી યુદ્ધમાં ચાલતો યુદ્ધનો અગન ખેલ કંઈ ટ્રમ્પ માને છે તેટલી ઝડપથી ઓલવાશે નહીં.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે તેમના સલાહકારોએ આ ચર્ચા કરી ત્યારે વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને વિદેશ પ્રધાન માર્કો રુબિયો પણ હતા. અહેવાલ મુજબ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇરાન અમેરિકાના દબાણનો સતત પ્રતિરોધ કરવાનું જારી રાખી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલનો આ અહેવાલ દર્શાવે છે કે ટ્રમ્પ જાહેરમાં યુદ્ધ અંગે જે વાત કહે છે અને દાવા કરે છે આખી જુદી જ વસ્તુ છે અને ખાનગીમાં તેના સલાહકારો કહે છે તે વાત સાવ જુદી છે. મિડ ટર્મ ચૂંટણી પૂરી થવાની સાથે-સાથે યુદ્ધ પણ પૂરુ થઈ જવાના ટ્રમ્પના દાવા ફક્ત દાવા જ છે, તેમને હકીકત સાથે કોઈ સંબંધ નથી.
બીજી બાજુએ યમનમાં હુથીઓએ મોખામાં વ્યૂહાત્મક રેડ સી પોર્ટ સિટી મોખામાં પ્રવેશ કર્યાના અહેવાલે આખા મધ્યપૂર્વ અને યુરોપ તથા એશિયાને હચમચાવી નાખ્યા છે. તેના પગલે બ્રેન્ટ ક્રૂડમાં પણ ઉછાળો આવતા તે પ્રતિ બેરલ ૧૦૫ ડોલરને વટાવી ગયું છે. તેનું કારણ ે છે કે જો ખરેખર આ વાત સાચી હોય તો બાબ-અલ મંડેબ દરિયાઈ જળ માર્ગ પર પસાર થતાં જહાજોને નિશાન બનાવવા હુથીઓ માટે સરળ બની જશે. આના પગલે હોર્મુઝ પછી બાબ અલ મંડેબનો જળમાર્ગ ખતરામાં મૂકાઈ જશે. મોખા પર હાલમાં યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારનો અંકુશ છે. પશ્ચિમ કિનારેથી મોખા જતાં બધા જ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. મોખા શહેરના અમુક વિસ્તારો હુથી કબ્જે કરવા માંડયા હોવાનું કહેવાય છે. મોખા બાબ અલ મંડેબથી ફક્ત ૮૦ કિ.મી. જ દૂર છે. હુથીઓએ પશ્ચિમી પ્રાંત તાઇઝમાં પણ આગેકૂચ કરી હોવાના અહેવાલ છે.
હાલમાં હુથીઓએ સાઉદી અરેબિયા પર હુમલો કર્યો હતો તે સમયે તાજેતરમાં જ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે થયેલા મક્કા કરારનું પરીક્ષણ થઈ ગયુ હતુ. પાકિસ્તાન આ પહેલા પરીક્ષણમા ંજ પાણીમાં બેસી ગયુ હતુ. હુથીઓએ સાઉદી અરેબિયા પર હુમલો કરતાં પાકિસ્તાને તેની સામે યુદ્ધમાં ઉતરવાની ધમકી આપી હતી. આ ધમકી આપ્યાના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાન ફરી ગયુ હતુ અને જણાવ્યું હતું કે અમે હાલમાં હુથીઓ સામે જંગી ચઢવાનું કોઈ આયોજન ધરાવતા નથી. પાકિસ્તાને જેવું કર્યુ તેવું તુર્કીએ કર્યુ હતુ અને ફક્ત શાબ્દિક સથવારો આપતા ટીકા કરી હતી. આના પગલે સાઉદી અરેબિયાએ હુથીઓ સામે ેકલા હાથે ઝઝૂમવું પડી રહ્યું છે. આમ મક્કા કરાર થવાની સાથે જ જાણે તાબૂત ભેગો થઈ ગયો છે.
બીજી બાજુ ઇઝરાયેલે ધમકી આપી છે કે જો ઇરાને તેના પર હુમલો કર્યો તો ઇઝરાયેલ તેના ઉર્જા એકમોને નિશાન બનાવશે. તાજેતરમાં ઇરાને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર કરેલા હુમલાના બદલામાં ઇઝરાયેલે આ ચેતવણી આપી હતી. આ દરમિયાન ઇઝરાયેલે ગાઝા પર કરેલા હુમલામાં કુલ ચારના મોત થયા છે, તેમા બે બાળકોનો સમાવેશ થાય છે. ચાર જણનું એક આખું કુટુંબ આ હુમલામાં ખતમ થઈ ગયુ હતુ. જ્યારે ઇઝરાયેલે જાણીતો આતંકવાદી ખતમ કયાનો દાવો કર્યો છે.
બીજી બાજુએ ટ્રમ્પે પણ જણાવ્યું છે કે ઓઇલના ભાવ ઇરાન સાથેના યુદ્ધના કારણે વધ્યા છે. આ યુદ્ધનો અંત આવશે નહીં ત્યાં સુધી આ ભાવ પણ નીચે નહીં આવે. અમેરિકાની મિડ ટર્મ ચૂંટણી પૂરી થયા પછી ઇરાન સાથેના યુદ્ધનો અંત આવતા ક્રૂડ ઓઇલના ઊંચા ભાવનો અંત આવશે. આમ નવેમ્બર સુધી તો બધાએ ઊંચા ભાવનો સામનો કરવો પડશે.