World

ચીની અધિકારીઓના વિઝા પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો

By GS Team
27 Jun 20201 min read
This article was originally published on 27 Jun 2020
ચીની અધિકારીઓના વિઝા પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો

વૉશિંગ્ટન, તા. 27 જૂન, 2020, શનિવાર

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ચીની અિધકારીના વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હોંગકોંગની સ્વતંત્રતા જોખમમાં મૂકનારા ચીની સરકારના અિધકારીઓને હવે અમેરિકામાં એન્ટ્રી અપાશે નહીં. એમાં અત્યારે કાર્યરત અિધકારીઓ ઉપરાંત પૂર્વ અિધકારીઓનો પણ સમાવેશ થાય છે.

હોંગકોંગમાં ચીની સરકારના ઈશારે વિવિધ બિલ પસાર કરીને લોકોની સ્વતંત્રતા જોખમમાં મૂકી દેવામાં આવી છે. અમેરિકાએ ચીનના આ પગલાંનો સતત વિરોધ કર્યો હતો.

ચીન પ્રેરિત હોંગકોંગ કોંગ્રેસે એવું બિલ પસાર કર્યું હતું કે હોંગકોંગમાં ચીનનો વિરોધ કરનારને આતંકવાદી જાહેર કરાશે. એ પછી અમેરિકાએ એ બિલ પાછળ અને હોંગકોંગની વર્તમાન સિૃથતિ પાછળ જવાબદાર અિધકારીઓ સામે પગલાં ભર્યા છે. 

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું હતું કે હું એવા તમામ ચીની સરકારના અિધકારીઓ સામે પગલાં ભરી  રહ્યો છું કે જે હોંગકોંગની વર્તમાન સિૃથતિ માટે જવાબદાર છે.

પોમ્પિઓએ વિઝા પ્રતિબંધની જાહેરાત કરતા કહ્યું કે અત્યારે કાર્યરત અને હોંગકોંગ મુદ્દે અગાઉ કામ કરીને નિવૃત્ત થયેલા તમામ અિધકારીઓના વિઝા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકારના અિધકારીઓ સામે પગલાં ભરાશે. તેના ભાગરૂપે આ પગલાં ભરવામાં આવ્યાં છે.

અગાઉ પણ અમેરિકાએ લઘુમતિ ઉઈઘૂર મુસ્લિમો સાથે ભેદભાવભર્યું વર્તન કરનારા અિધકારીઓ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. આ નવી જાહેરાતથી ચીન-અમેરિકા વચ્ચે સંઘર્ષ વધશે.