Get The App

જાપાનમાં પાક. રાજદૂતે જેનું ઉદઘાટન કર્યું હતું તે મસ્જિદ ગેરકાયદે બંધાઈ છે

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
જાપાનમાં પાક. રાજદૂતે જેનું ઉદઘાટન કર્યું હતું તે મસ્જિદ ગેરકાયદે બંધાઈ છે 1 - image

- જાપાનના સૈતમા પ્રીફેકચર (પ્રાંત)માં આવેલાં કાવાગોએમાં 4500 ચો.મી.ના પ્લોટમાં રચાયેલી મસ્જિદ સંરક્ષિત વન વિસ્તારમાં આવી છે

નવી દિલ્હી, ટોક્યો : જાપાનના સૈતમ પ્રીફેક્ચર (પ્રાંત)માં આવેલાં કાવાગોએ નગરમાં ૪૫૦૦ ચો.મી.ના પ્લોટમાં રચાયેલી મસ્જિદનું જાપાન સ્થિત પાકિસ્તાનના રાજદૂતે ગત વર્ષે ઉદઘાટન કર્યું હતું. પરંતુ સત્તાવાળાઓને જાણવા મળ્યું છે કે, આ મસ્જીદ ગેરકાયદે બાંધવામાં આવી છે, તે વિસ્તાર અર્બનાઈઝેશન-કન્ટ્રોલ-ઝોનમાં આવેલી છે. આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરી શકાતું નથી.

સત્તાવાળાઓને જણાવ્યું હતું કે જે જગ્યાએ મસ્જીદ બાંધવામાં આવી છે, તે વિસ્તાર 'માઉન્ટન-ફોરેસ્ટ-લેન્ડ' (પર્વતીય વન પ્રદેશ) જાહેર કરાયેલો છે, ત્યાં કોઈપણ પ્રકારનું બાંધકામ થઈ શકતું નથી.

અહેવાલો જણાવે છે કે જાપાનના 'સીટી-પ્લાનિંગ-એક્ટ' નીચે જરૂરી તેવી પરવાનગી મેળવ્યા સિવાય જ આ મસ્જીદ બાંધવામાં આવી હતી. પ્રોપર્ટી રેકોર્ડઝ જણાવે છે કે, ૨૦૨૫માં ફુજીમ્યુ સ્થિત રીયલ એસ્ટેટ કંપનીને આ પ્લોટ વેચવામાં આવ્યો હતો. પછી તે કાવાગોએ સ્થિત એક (મુસ્લીમ) કંપનીએ ખરીદ્યો અને ત્યાં મસ્જીદ બાંધવામાં આવી પરંતુ તે કંપનીએ બાંધકામ કરવા માટે પરવાનગી લેવાની તકલીફ જ લીધી નહીં.

વિશેષજ્ઞાો કહે છે કે આ સંયોગોમાં તે મસ્જીદ તોડી પાડવામાં પણ આવે.

બીજી તરફ જાપાનનાં દૂતાવાસે કહ્યું હતું કે અમારે તે મસ્જીદનાં બાંધકામ સાથે કોઈ સંબંધ નથી સાથે તેણે જાપાનમાં રહેતા પાકિસ્તાનીઓને દેશના કાયદાને અનુસરવા અનુરોધ કર્યો છે.