World

આઈસ્ક્રીમ કેપિટલ ઓફ ધી વર્લ્ડ કહેવાતાં એક શહેર પાછળની રસ મધુર કહાની

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના આયોવા રાજ્યના લ'માર્સ શહેરને 1994માં 'આઇસ્ક્રીમ કેપિટલ ઓફ ધ વર્લ્ડ'નો ખિતાબ મળ્યો છે. અહીંની વેલ્સ એન્ટરપ્રાઇઝ વાર્ષિક 15 કરોડ ગેલન આઇસ્ક્રીમ બનાવે છે, જે વિશ્વ વિક્રમ છે. દર વર્ષે જૂનમાં 4 દિવસીય 'આઇસ્ક્રીમ ડેઝ' ફેસ્ટિવલ ઉજવાય છે, જેમાં હજારો લોકો મફત આઇસ્ક્રીમનો સ્વાદ માણે છે. શહેરની ઓળખ હવે આઇસ્ક્રીમ સાથે જોડાઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આઈસ્ક્રીમ કેપિટલ ઓફ ધી વર્લ્ડ કહેવાતાં એક શહેર પાછળની રસ મધુર કહાની

અમેરિકાનાં આયોવા રાજ્યમાં લ'માર્સ શહેરને ૧૯૯૪માં આઇસ્ક્રીમ કેપિટલ ઓફ ધ વર્લ્ડનું ટાઈટલ અપાયું : તેની વેલ્સ એન્ટરપ્રાઇઝ ૧૫ કરોડ ગેલન આઇસ્ક્રીમ બનાવે છે
લ'માર્સ (આયોવા) : અમેરિકાનાં આયોવા રાજ્યનાં લ'માર્સ શહેરને ૧૯૯૪માં આઈસ્ક્રીમ કેપિટલ ઓફ ધ વર્લ્ડનો ખિતાબ અપાયો છે. અહીંની વેલ્સ એન્ટરપ્રાઇઝ નામક કંપની દર વર્ષે આશરે ૧૫ કરોડ ગેલન આઈસક્રીમ બનાવે છે. દુનિયાનો આ સૌથી મોટો રેકોર્ડ છે. દર વર્ષે અહીં જૂન મહીનામાં ૪ દિવસનો આઈસક્રીમ ડેઝ નામક ફેસ્ટિવલ ઉજવાય છે. જેમાં હજ્જારો લોકો સામેલ હોય છે. આ દિવસો દરમિયાન શહેરની સડકો ઉપર ૫૦થી વધુ માનવ આકારની પ્રતિમાઓ, આઈસક્રીમ કોનથી રચવામાં આવે છે. તે મૂર્તિઓ રંગબેરંગી પણ હોય છે.
અહીંના વેલ્સ આઈસ્ક્રીમ પાર્લરોમાં એક જગ્યાએ ૩૦થી વધુ જુદી જુદી ફ્લેવર્સના આઈસ્ક્રીમ મળે છે. ઉલ્લેખનીય છે કે લ'માર્સ શહેરમાં આઈસક્રીમ માત્ર ખાવાની ચીજ નથી પરંતુ તે તેની સંસ્કૃતિની એક ઓળખ છે. દર વર્ષે જૂન મહીનામાં યોજાતા આઈસક્રીમ ડેઝ નામક ચાર દિવસનો જે ઉત્સવ યોજાય છે. ત્યારે સમગ્ર શહેર જશ્નમાં ડુબી જાય છે. તે દરમિયાન પરેડે વિંટેજ કાર શૉ, લાઈવ મ્યુઝિક આઉટડૉર મુવીઝ, અને કાર્નીવલ જેવા રંગરાગ ભર્યા કાર્યક્રમો યોજાય છે.
આ ફેસ્ટીવલ દરમિયાન વેલ્સ એન્ટરપ્રાઇઝની ટીમ પર્યટકો અને સ્થાનિક લોકોને ફ્રી આઈસક્રીમ કોન્સ આપવામાં આવે છે.
આ શહેરનાં વેલ્સ વિઝિટર સેન્ટર એન્ડ આઈસક્રીમ પાર્લર અહીંની સૌથી પ્રખ્યાત જગ્યા છે. ત્યાં ૩૦થી વધુ જુદી જુદી ફ્લેવરના આઈસ્ક્રીમ મળે છે.
આ શહેર તેનાં સુંદર મ્યુરલ પેન્ટીંગ્સ (ભીંત ચિત્રો), ઐતિહાસિક દુકાનો, શાંત માહોલ અને શહેરની વચ્ચેથી વહેતી નદીની સહેલગાહને લીધે પર્યટકોનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. અમેરિકા આવનારા લગભગ તમામ પર્યટકો આ શહેરની મુલાકાત લે છે. તે તેની આવકનું મહાન સ્રોત પણ છે.