World

ટેસ્લા-સ્પેસએક્સમાં કડાકો: મસ્કને એક દિવસમાં 44.4 અબજ ડોલરનો ઝાટકો

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં ઇલોન મસ્કની સંપત્તિ 44.4 અબજ ડોલર ઘટીને 745 અબજ ડોલર થઈ છે. બુધવારે ટેસ્લાના શેરમાં 5% અને સ્પેસએક્સના શેરમાં 6%નો ઘટાડો થયો. ટેસ્લાના મિશ્ર પરિણામો, નફામાં ઘટાડો અને નેગેટિવ ફ્રી કેશ ફ્લોને કારણે રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો હતો. આ કડાકાથી મસ્કની સંપત્તિમાં મોટો ઘટાડો નોંધાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેસ્લા-સ્પેસએક્સમાં કડાકો: મસ્કને એક  દિવસમાં 44.4 અબજ ડોલરનો ઝાટકો
  • મસ્કની સંપત્તિ ઘટીને 745 અબજ ડોલર થઈ ગઈ
  • સ્પેસએક્સનો શેર એક જ દિવસમાં છ ટકા તો મિશ્ર પરિણામો આવતા ટેસ્લાનો શેર પાંચ ટકા તૂટયો

વોશિંગ્ટન : ઇલોન મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં બુધવારે ૨૨ જુલાઈના રોજ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુએ સ્પેસએક્સનો શેર પણ છ ટકા ઘટયો હતો. તેના લીધે મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં ૪૪.૪ અબજ ડોલરનો કડાકો બોલ્યો હતો. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ આ ઘટાડા સાથે મસ્કની સંપત્તિ લગભગ ૭૪૫ અબજ ડોલર રહી ગઈ છે.
મસ્ક થોડા સમય પહેલાં વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર બન્યા હતા. ટેસ્લાના શેરોમાં ઘટાડો ત્યારે આવ્યો જ્યારે કંપનીએ એપ્રિલથી જૂનના ક્વાર્ટરના મિશ્ર પરિણામ આપ્યા. જો કે કંપનીની આવક અપેક્ષા કરતાં સારી રહી હતી, પરંતુ નફામાં ઘટાડો અને નેગેટિવ ફ્રી કેશ ફ્લોએ રોકાણકારોનો વિશ્વાસ ઘટાડયો હતો. બુધવારના કારોબારમાં ટેસ્લાના શેર ૪.૪ ટકા ઘટી ૩૭૪.૦૧ ડોલર પર આવી ગયા હતા. ૨૦૨૬માં ટેસ્લાનો શેર લગભગ ૧૫ ટકા ઘટયો છે.
ટેસ્લાના વર્તમાન ક્વાર્ટરમાં કુલ આવક ૨૮.૨૪ અબજ ડોલર રહી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાથી ૨૬ ટકાથી વધુ છે. જો કે કંપનીની પ્રતિ શેરદીઠ આવક ૦.૩૩ ડોલર રહી હતી, જે વોલ સ્ટ્રીટની પ્રતિ શેર ૦.૫૧ ડોલરની આશાથી ઘણી ઓછી છે. આ દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષની તુલનાએ પાંચ ટકા ઘટીને ૧.૧૧ અબજ ડોલર રહી ગયો હતો.
ઓટોમોબાઇલ કારોબારમાંથી આવક વાર્ષિક આધારે ૨૩ ટકા વધી ૨૦.૫૨ અબજ ડોલર થઈ. જયારે એનર્જી બિઝનેસની આવકમાં ૧૩ ટકા વધારો થતાં તેની આવક ૩.૧૪ અબજ ડોલર થઈ. કુલ આવક વધી, પરંતુ ટેસ્લાનો નફા માર્જિન ઘટી ગયો. તેનું કારણ એ છે કે પ્રતિ વાહન સરેરાશ વેચાણ મૂલ્યમાં ઘટાડો થયો. તેના પગલે કુલ માર્જિન ૧૭.૨ ટકાથી ઘટીને ૧૬.૮ ટકા થયુ, જે બજારના ૧૯.૪ની અપેક્ષા કરતાં ઓછો હતો.
સૌથી મોટી ચિંતા ટેસ્લાના નેગેટિવ કેશ ફ્લોને લઈને છે. તેના ત્રિમાસિક સમયગાળામાં ૧.૧ અબજ ડોલરનો ઘટાડો થયો, જ્યારે તે ગયા વર્ષે ૧૪.૬ કરોડ ડોલર પોઝિટિવ હતો. તેની સાથે અગાઉના ત્રિમાસિક સમયગાળામાં તે ૧.૪૪ અબજ ડોલર પોઝિટિવ હતો. આ ત્રિમાસિક સમયગાળામાં કંપનીનો ખર્ચ બમણાથી પણ વધુ થઈ ૫.૭૯ અબજ ડોલર થયો, જે વાર્ષિક ધોરણે ૧૪૨ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.