પાકિસ્તાનમાં ભયંકર બબાલ : ઈમરાન ખાનનાં સમર્થનમાં હજ્જારો લોકો સડક પર ઉતરી પડયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ખૈબર-પખ્તુન્વાના મુખ્ય મંત્રી સોહેલ આફ્રીદીનાં નેતૃત્વ નીચે હજ્જારો લોકો સડક પર ઉતરી આવ્યા છે તેઓ ઈસ્લામાબાદ કૂચ લઈ જવાના છે
નવીદિલ્હી : ક્રિકેટરમાંથી રાજકારણી બનેલાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે સમગ્ર પાકિસ્તાનમાં ઠેર-ઠેર નાનાં-મોટા આંદોલનો થઈ રહ્યાં છે. પરંતુ મૂળ ખૈબર પુખ્તુન્વાના જ વતની તેવા ઈમરાન ખાનની મુક્તિ માટે ખૈબર પખ્તુનવા પ્રાંતમાં તો જબરજસ્ત આંદોલન શરૂ થઈ ગયું છે. ઈમરાન ખાનનાં સમર્થનમાં હજ્જારો લોકો સડકો ઉપર ઉતરી પડયા છે. તેઓ પ્રાંતના વિવિધ વિસ્તારોમાંથી પેશાવર ભેગા થઈ પછી ત્યાંથી ઈસ્લામાબાદ કૂચ લઈ જવાના છે. તે સામે સરકારે ચેતવણી પણ પ્રસિદ્ધ કરી દીધી છે.
આ કૂચનું નેતૃત્વ ખૈબર-પખ્તુનવાના મુખ્યમંત્રી અને ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તેહરિક-એ-ઈન્સાફ (પી.ટી.આઈ.)ના નેતા તથા પીટીઆઈના સભ્યોએ તે દેખાવોની આગેવાની લીધી છે.
વાસ્તવમાં ઈમરાન ખાનની મુક્તિ માટે પીટીઆઈના નેતાઓ, અને સરકાર વચ્ચે મંત્રણાના બે દોર યોજાઈ ગયા હતા. પરંતુ બંને અસફળ રહ્યા.
આ નેતાઓએ ઈસ્લામાબાદ તરફ જતી કૂચને લોંગ-માર્ચ તેવું નામ આપ્યું છે. વાસ્તવમાં તે ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી પરંતુ તે પછી ૪ ઓક્ટોબર સુધી મુલતવી રખાઈ હતી.
આ માર્ચ સામે પાકિસ્તાનની મુસ્લિમ લીગ (નવાઝ) સરકારે પ્રતિબંધ મુક્યો છે.
વાસ્તવમાં પીટીઆઈ અને સરકાર વચ્ચે શુક્રવાર અને શનિવાર તેમ બે વખત મંત્રણા યોજાઈ હતી. પરંતુ મૂળ મુદ્દાઓએ જ બંને પક્ષો સહમતિ સાધી શક્યા ન હતા.
બીજી તરફ ગૃહમંત્રી મોહસીન નકવીએ ધમકી ઉચ્ચારી છે કે પ્રદર્શન કે કૂચ બંને શાંતિમય રીતે યોજવાં જોઈશે. જો કોઈ પણ કાનૂન તોડશે કે તોડવાનો પ્રયત્ન કરશે તો સખ્તાઈ તંત્રીય સરકાર તેવાઓ સામે સખતમાં સખત કાર્યવાહી હાથ ધરશે.




