World

લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાની હાર, રોહિત શર્માની શાનદાર સદી...પણ ODIમાં ઈંગ્લેન્ડની ટીમે સપના રોળ્યા

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
લંડનના લોર્ડ્સ મેદાન પર રમાયેલી રોમાંચક વનડે મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 27 રને હરાવી 3 મેચની સીરિઝ 2-1થી જીતી લીધી. ઇંગ્લેન્ડે 387 રન બનાવ્યા હતા. જવાબમાં રોહિત શર્માના 138 રન છતાં ભારતીય ટીમ 360 રન જ બનાવી શકી. આ જીત સાથે ઇંગ્લેન્ડે 22 વર્ષ પછી લોર્ડ્સમાં ભારત સામે વનડે સીરિઝ જીતવાનો ઇતિહાસ રચ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાની હાર, રોહિત શર્માની શાનદાર સદી...પણ ODIમાં ઈંગ્લેન્ડની ટીમે સપના રોળ્યા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટના મેદાન લોર્ડ્સ પર એક હાઈ-વોલ્ટેજ મેચ જોવા મળી હતી. ઇંગ્લેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા ભારત સામે 388 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ રોહિત શર્માની ઐતિહાસિક સદી છતાં લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝની અંતિમ મેચ 19 જુલાઈ (રવિવાર)ના રોજ લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઈ હતી. આ રોમાંચક મુકાબલામાં ઇંગ્લેન્ડે ભારતીય ટીમને 27 રનથી હરાવી દીધી છે. ભારતીય ટીમને જીતવા માટે 388 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમ 7 વિકેટ ગુમાવીને 360 રન જ બનાવી શકી હતી.

ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર 138 રન બનાવ્યા હતા, પરંતુ તેમની આ ઇનિંગ ટીમ ઇન્ડિયાને જીત અપાવી શકી નહોતી. આ જીત સાથે જ ઇંગ્લેન્ડે ત્રણ મેચોની વનડે સીરિઝ પર 2-1 થી કબજો જમાવી લીધો છે. સીરિઝની પહેલી મેચ બર્મિંગહામમાં યોજાઈ હતી, જેને ભારતીય ટીમે 6 વિકેટથી જીતી હતી. ત્યારબાદ કાર્ડિફ વનડેમાં યજમાન ટીમને 4 વિકેટથી જીત મળી હતી.

ભારત-ઈંગ્લેન્ડની ટીમનો સ્કોર

ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટે 141 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. આ સિવાય જેકબ બેથેલે 91, જો રૂટે 74 અને જોસ બટલરે 41 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે આ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં કેએલ રાહુલ, અર્શદીપ સિંહ અને ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવને સામેલ કર્યા હતા. જસપ્રિત બુમરાહ, વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબે આ મેચ રમ્યા નહોતા. આ એક નિર્ણાયક મેચ હતી, કારણ કે સીરિઝ 1-1 થી બરાબર હતી. ભારત પાસે આજે આ મેચ જીતીને ઇતિહાસ રચવાની સુવર્ણ તક હતી, કારણ કે છેલ્લા 22 વર્ષથી ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સના મેદાન પર કોઈ વનડે મેચ જીતી નથી.ક્રીઝ પર રોહિત શર્મા 138 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા હતા.

ઇંગ્લેન્ડ: 387/3 (50.0 ઓવર)
ભારતઃ 360/7 (50.0 ઓવર)

બંને ટીમોની પ્લેઇંગ XI (Playing XI)
ટીમ ઇન્ડિયા: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, ગુરનૂર બ્રાર, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઇંગ્લેન્ડ: બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલરે (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, જોશ ટંગ.

કાર્ડિફમાં રમાયેલી મેચ દરમિયાન વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત થયો હોવાથી તે, સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો અને તેના સ્થાને હર્ષ દુબેને ટીમમાં સામેલ કરાયો હતો. વર્ષ 2026માં રોહિત શર્માના બેટમાંથી 8 મેચમાં માત્ર 1 અર્ધસદી નીકળી હતી, તેથી તેના કરિયર માટે આ ઇનિંગ ખૂબ મહત્ત્વની હતી.