ઓચિંતી સાયરન વાગી તાઇવાનના પ્રમુખ બુલેટ-પ્રુફ ગાડીમાં બેસી બંકરોમાં ઘૂસી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટોચના રાજકીય નેતાઓ માટે વિશિષ્ટ બંકરો બનાવાયા
- તાઇવાન ચીનનાં સંભવિત આક્રમણ સામે તૈયારીઓ કરી રહ્યું છે : ચીની આક્રમણ થાય તો શું કરવું ? તેની કવાયત શરૂ કરી દીધી છે
તાઇપી : યુરેશિયા મહાદ્વિપમાં ઉત્તરે રશિયા યુક્રેન યુધ્ધ ભભૂકતું જાય છે. તેની દક્ષિણે તેલ પર તરતું મધ્ય પૂર્વ સળગી રહ્યું છે. દુનિયાભરની દ્રષ્ટિ ઇઝરાયલ- હમાસ સંઘર્ષ, ઇરાન- અમેરિકા યુધ્ધ - હૂતી હુમલા ખોરો ઉપર મંડાઈ રહી છે, તેનો લાભ લઈ, મહાબલી ચીન, તાઇવાન ઉપર ગમે ત્યારે ગમે તે ઘડીએ ઓચિંતુ એમ્ફીલિયન આક્રમણ કરી પૂર્વ પેસિફિકના આ સ્વતંત્ર અને સાર્વભૌમ ટાપુ રાષ્ટ્રને ગળી જવા એક પગે થઈ રહ્યું છે. ચીનના માંધાતા શી-જીનપિંગના જે માયો-ત્સે-તુંગ ન કરી શક્યા તે કરી (તાઇવાનને ગળી જવા) પોતાને એક તરફ માયો કરતાં પણ મહાન દર્શાવવા માગે છે. તો બીજી તરફ હજી પણ વિશ્વની ટોચની મહાસત્તા બની રહેલા અમેરિકાનો પગ ખેંચી તેને પ્રથમ સ્થળેથી ઉતારી ચીનને વિશ્વને પ્રથમ ક્રમાંકના સુપર પાવર તરીકે મુકવા માગે છે. તાઇવાનની ખૂફીયા એજન્સીઓ નો રિપોર્ટ છે કે ચીન ગમે ત્યારે ગમે તે દિવસે તાઇવાન ઉપર એમ્ફીલિયન એટેક કરી ગળી જવા માગે છે તે સાથે તાઇવાનને સંપૂર્ણ સુરક્ષા ગોઠવવી શરૂ કરી દીધી છે. તેણે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે મળી યુધ્ધાભ્યાસ પણ શરૂ કરી દીધો છે. તો બીજી તરફ ચીન તેના વિનાશક ફાઇટર જેટસ તાઇવાનની જળસીમા ચોતરફ તેની ફરતા ઘૂમી રહ્યાં છે. તેના ૮ યુધ્ધ જહાજો તાઇવાનને ઘેરી રહ્યા છે. તે સંયોગોમાં ચીનનું ઓચિંતુ આક્રમણ તો શું કરવું તેની પૂર્વ તૈયારી રૂપે અચાનક સાયરનો ગાજી રહે છે. સાયરન વાગતા જ પ્રમુખ લાઇ તે ઝડપભેર બુલેટ પ્રુફ ગાડીમાં બેસી પોતાને માટે બનાવાયેલા બંકરોમાં ઘૂસી ગયા છે. તેમના મંત્રી મંડળના સભ્યો પણ તેમને માટેના ખાસ બંકરોમાં ઘૂસી ગયા છે. પ્રમુખ લાઇ-પિંગ તેઓ કેટલીક તસ્વીરો દર્શાવી છે. તેઓ તાઇવાને હાથ ધરેલી હાન-કુઆંગ વોર એકસરસાઇઝ દર્શાવી છે. જે તેમણે નજીકથી પણ જોઇ પણ હતી. આ વખતે તેમાં ૫૦,૦૦૦ સૈનિકો ભાગ લઇ રહ્યા છે. તે એકસરસાઇઝ જુદા જુદા શહેરો પાસે જુદા જુદા જૂથમાં ચાલી રહી છે. તે પ્રમુખ કમાન્ડ સેન્ટર પર પણ પહોંચ્યા હતા અને યુધ્ધ તૈયારીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.
તેઓને ભીતિ છે કે ચીન રાજનાયકોને નિશાન બનાવશે તેથી તે બધા માટે પણ વિશિષ્ટ બંકરો બનાવવામાં આવ્યા છે. સાયરનો વાગતા તેઓ તેમાં ઘૂસી જાય છે.









