World

ઉશ્કેરણીજનક હરકતોથી અકળાયુ તાઈવાન, ચીનનુ ડ્રોન તોડી પાડ્યુ

By GS Team
3 Sep 20221 min read
This article was originally published on 3 Sep 2022
ઉશ્કેરણીજનક હરકતોથી અકળાયુ તાઈવાન, ચીનનુ ડ્રોન તોડી પાડ્યુ

નવી દિલ્હી,તા.3 સપ્ટેમ્બર 2022,શનિવાર

ચીન અને તાઈવાન વચ્ચેની સ્થિતિ છેલ્લા કેટલાય દિવસોથી સ્ફોટક બનેલી છે.

ચીન તાઈવાનને ડરાવવા માટે પોતાના વિમાનો અને યુધ્ધ જહાજોને છાશવારે તાઈવાનની સીમામાં મોકલી રહ્યુ છે. જોકે હવે તાઈવાને પણ આકરુ વલણ અપનાવીને ચીનના એક ડ્રોનને તોડી પાડયુ છે.

આ ડ્રોન વિમાન તાઈવાનની હવાઈ સરહદની અંદર સેંકડો કિમી સુધી ઘુસી આવ્યુ હતુ. એ પછી તાઈવાનની સેનાએ આ ડ્રોનને તોડી પાડ્યુ છે. ડ્રોન દ્વારા પણ ચીન વારંવાર ઘૂસણખોરી કરી રહ્યુ હતુ અને તેનાથી તાઈવાનની નારાજગી વધી ગઈ હતી.

ગઈકાલે જ્યારે આ ડ્રોન તાઈવાનની વાયુસીમાને ક્રોસ કરી ગયુ ત્યારે તાઈવાનની વાયુસેનાએ પહેલા તો ચેતવણી આપી હતી પણ તેની કોઈ અસર નહીં દેખાતા આખરે ડ્રોનને તોડી પાડવામાં આવ્યુ હતુ.

31 ઓગસ્ટે પણ આ પ્રકારની ઘટના બની હતી અને તે સમયે ચીની ડ્રોન પર તાબડતોબ ફાયરિંગ કરવામાં આવતા આ ડ્રોન ભાગી છુટયુ હતુ.

ગયા મહિને અમેરિકાની સંસદના સ્પીકર નાન્સી પેલોસીએ તાઈવાનની મુલાકાત લીધી છે ત્યારથી ચીન બરાબર અકળાયેલુ છે અને છાશવારે તાઈવાનને ઉશ્કેરવા માટેની હરકતો કરી રહ્યુ છે.