Get The App

સુખોઈ-57 V/s.. એફ-35 : ફાયટર જેટ્સ ભારત-રશિયા મંત્રણામાં SU-57 ની ખરીદી પર મ્હોર લાગી જશે

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
સુખોઈ-57 V/s.. એફ-35 : ફાયટર જેટ્સ ભારત-રશિયા મંત્રણામાં SU-57 ની ખરીદી પર મ્હોર લાગી જશે 1 - image

- ભારતે રશિયન તેલ ખરીદવાનું ચાલુ જ રાખ્યું છે

- એસયુ-57 નું એવિયોનિકસ આર્કીટેકચર ભારત રી-ડીઝાઈન કરશે ત્રીજા તબક્કે આ યુદ્ધ વિમાનો ભારતમાં જ બનાવવામાં આવશે

નવી દિલ્હી/મોસ્કો : ભારત અને રશિયા વચ્ચે એસ-યુ-૫૭ પ્રકારના 'ફીફથ જનરેશન ફાયટર જેટ્સ' બનાવવા વિષે કરારો થયા છે. તેથી તે થશે કે નહીં ? તેવા પ્રશ્ન ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. પ્રાપ્ય માહિતી પ્રમાણે તે વિષેની ચર્ચા અંતિમ તબક્કાએ પહોંચી ગઈ છે. આથી ભારતની 'આકાશી યુદ્ધ શક્તિ'માં પરિવર્તન આવી ગયું છે. કારણ કે આ સોદો કોઈ ચીલા-ચાલુ પ્રકારનો સોદો નથી. તેના ગૂઢાર્થો પણ ઘણા છે.

સૌથી મહત્વની વાત તે છે કે, તે વિમાનો ભારતમાં જ બનાવવામાં આવશે, તે પૂર્વેના બે તબક્કા સુધી તે રશિયામાં બનાવાશે પરંતુ ભારત દ્વારા તેમાં 'કોર-ટેકનોલોજી' પૂરી પાડવામાં આવશે, તેથી ખરા અર્થમાં તો તે યુદ્ધ વિમાનો ભારતીય જ હશે. માત્ર તેનું નામ જ રશિયન હશે.

આ પૂર્વે પણ ભારતે રશિયન બનાવટના એસ.યુ.-૩૦ એમકેઆઈ પ્રકારના ફાયટર જેટ્સમાં ઈંડીજીનસ સીસ્ટીમ (સ્વદેશી યાંત્રિક રચના) ઉમેરી તેને વધુ સક્ષમ બનાવ્યાં હતાં. હવે આ એસ-યુ-૫૭ પ્રોજેક્ટ તેથી પણ આગળ વધી રહ્યો છે. તેમાં ભારત માત્ર કેટલાક ભાગો જ ઉમેરવાનું નથી પરંતુ તે યુદ્ધ વિમાનોનું સમગ્ર એવિએનિક્સ આર્કીટેકચર પણ 'રી-ડીઝાઈન' કરવાનું છે. એક તરફ ભારત ઈલેક્ટ્રોનિક્સ અને સોફટવેર ક્ષેત્રે સિધ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યું છે, ત્યારે રશિયાને તેની જરૂરિયાત પણ છે. તેથી બંને દેશો સહભાગી રીતે તે કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યાં છે.

આ એસ.યુ. ૫૭ની નબળી કડી 'રેડાર' છે. તેની આપૂર્તિ ભારત કરી શકે તેમ છે. તેણે જીએ-એન સીસ્ટીમ આધારિત એડવાન્સ્ડ 'એઈએસએ' રેડાર ટેકનોલોજી વિકસાવી છે. આ સીસ્ટીમ લગાડાતાં સુખોઈ એસ.યુ. ૫૭ દુર્ધર્ષ બની રહેશે.

ન્યૂઝ-૧૮ હિન્દીના કરેલા પ્રમાણે પહેલા તબક્કે ભારત એસયુ-૫૭ યુદ્ધ વિમાનો પૈકી થોડાંની ખરીદી કરશે. બીજા તબક્કે તેનું ભારતમાં જ 'લાઇસન્સ્ડ પ્રોડકશન' શરૂ કરશે. ત્રીજા તબક્કે તેમાં ઈંડીયન-એવિયોનિકસ, સોફટવેર અને મિશન-સીસ્ટીમ્સ તે બધાં જ ભારતીય હશે તેથી તે યુદ્ધ વિમાનોનું નામ જ રશિયન હશે, પરંતુ તેની 'કોર-ટેકનોલોજી' સંપૂર્ણ રીતે ભારતીય હશે.

અન્ય આડવાત તે પણ અનામી રહેવા માંગતા ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે ટ્રમ્પને જે કહેવું હોય તે કહે જે કરવું હોય તે કરે પરંતુ ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું ચાલુ જ રાખ્યું છે તેથી તો પેટ્રોલ-ડીઝલના ભાવ ભારતમાં દબાયેલા રહ્યા છે.