World

શોકમાં ડૂબેલા નેપાળને હાલ પૂરતી રાહત, ચીન સરહદ નજીક બનેલી ઝીલ ફાટવાનો ખતરો ટળ્યો

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
ચીન-નેપાળ સરહદે ગ્લેશિયર તૂટવાથી બનેલા અસ્થાયી તળાવ ફાટવાનો ખતરો ટળ્યો છે. ચીની અધિકારીઓ મુજબ, તળાવમાંથી પાણી ધીમે ધીમે નીકળતા કદ ઘટ્યું છે. રડાર-ડ્રોનથી સતત નિરીક્ષણ હેઠળ 99,000 ચો.મી. સપાટી વિસ્તાર રહ્યો છે. જોકે, 1.20 લાખ ચો.મી.નું અન્ય મોટું તળાવ પણ ઓળખાયું છે, જેના પર નજર રખાઈ રહી છે. આ હોનારતમાં 7ના મોત થયા છે અને 554 લોકો લાપતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શોકમાં ડૂબેલા નેપાળને હાલ પૂરતી રાહત, ચીન સરહદ નજીક બનેલી ઝીલ ફાટવાનો ખતરો ટળ્યો

China Nepal Border Glacier Lake Burst: ચીન-નેપાળ સરહદ નજીક ગ્લેશિયર તૂટવાના કારણે રચાયેલી અસ્થાયી ઝીલ અચાનક ફાટવાનો ખતરો હાલ પૂરતો ટળી ગયો છે. ચીની અધિકારીઓના જણાવ્યા મુજબ, આ લેકમાંથી પાણી ધીમે ધીમે બહાર નીકળી રહ્યું છે, જેના કારણે તેનો આકાર અને કદ સતત ઘટી રહ્યા છે. રડાર અને ડ્રોન દ્વારા આ વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન, અન્ય એક મોટા તળાવની પણ ઓળખ કરવામાં આવી છે, જેના પર કડક નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે.

પાણીના સ્તરમાં ઘટાડો અને સ્થિતિમાં સુધારો

બુધવારે ગ્લેશિયરનો મોટો હિસ્સો તૂટી પડ્યા બાદ ભયાનક પૂર આવ્યું હતું. તે જ વિસ્તારમાં આ તળાવ બન્યુ હતું. ચીનના જળ સંસાધન મંત્રાલયે જણાવ્યું કે, સેટેલાઇટ તસવીરોમાં તળાવના પાણીમાં સતત ઘટાડો નોંધાયો છે. શનિવાર સવાર સુધીમાં આ તળાવનો સપાટી વિસ્તાર ઘટીને આશરે 99,000 ચોરસ મીટર રહી ગયો હતો. જે ગુરુવારની સરખામણીએ 21,000 ચોરસ મીટર ઓછું છે. તળાવમાંથી કુદરતી રીતે પાણી વહી રહ્યું હોવાથી અચાનક પૂર આવવાની શક્યતા ઘટી છે.

બચાવ કામગીરી અને રડાર-ડ્રોનથી નિરીક્ષણ

ચીનની સરકારી એન્જિનિયરિંગ કંપની 'ચાઇના એનેંગ' દ્વારા રડાર અને ડ્રોનની મદદથી 24 કલાક આ લેક પર નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ અસામાન્ય સ્થિતિ સર્જાય તો નીચેના વિસ્તારોમાં બચાવ ટુકડીઓને 30 મિનિટ પહેલાં ચેતવણી આપવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

બીજા મોટા તળાવની ઓળખ

એન્જિનિયરોના જણાવ્યા અનુસાર, ગ્લેશિયર તૂટવાના સ્થળની નીચે વધુ એક મોટી ઝીલ મળી આવી છે, જેનો વિસ્તાર 1.20 લાખ ચોરસ મીટરથી પણ વધુ છે. તે હાલની ઝીલ કરતાં પણ મોટો હોવાથી તેના પર પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ચીનમાં આ હોનારતમાં મૃત્યુઆંક વધીને 7 થયો છે, જ્યારે 554 થી વધુ લોકો હજુ પણ લાપતા છે.