દક્ષિણ આફ્રિકામાં નરસંહાર : બે જુદાં જુદાં શહેરોમાં થયેલી ગોળીબારીમાં 27ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જોહાનિસબર્ગ : દક્ષિણ આફ્રિકાનાં બે સૌથી મોટા શહેરોમાં ગોળીબારીની થયેલી બે અલગ અલગ ઘટનાઓમાં ૨૭નાં મોત થયા છે. પોલીસે રવિવારે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે જોહાનિસબર્ગની દક્ષિણ-પશ્ચિમે આવેલા વેડેલામાં એકે-૪૭ રાયફલ્સ અને પિસ્તોલો સાથે કેટલાક બદમાશોએ કરેલી ગોળીબારીમાં ૧૭ના મૃત્યુ થયા હતા. આ ઘટના નજરે જોનારાઓએ કહ્યું હતું કે તે ગુંડાઓ આઠ જેટલા હતા. આજે બીજે દિવસે રવિવારે પણ તેઓની ધરપકડ થઈ શકી નથી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તે જ દિવસે (શનિવારે) રાત્રે આશરે એક વાગે કેપ-ટાઉન પાસેનાં લ્વાંદેલેમાં એક દુકાન ઉપર થયેલી ગોળીબારીમાં ૧૦ લોકોનાં મોત થયા હતા.
આ પૂર્વે દક્ષિણ પૂર્વનાં મહત્ત્વનાં પોર્ટ-ટાઉન ડર્બનમાં એક પરાંમાં એક ઘરમાં યોજાયેલી પાર્ટીમાં ગોળીબારી થતાં એક સગર્ભા મહિલા સહિત કુલ ૧૧ના મોત થયા હતા. પોલીસે કહ્યું હતું કે તે ઘટના તથા શનિવારે રાત્રે થયેલી ઘટનામાં હજી સુધી હત્યારાઓનો કોઈ પત્તો મળ્યો નથી.
વડેલામાં થયેલી ગોળીબારી દૂરથી જોનારાનાં કહેલા પ્રમાણે તો અસામાન્ય હતી. દક્ષિણ આફ્રિકામાં દુકાનો રાતના મોડે સુધી પણ ચાલુ રહે છે તે પૈકી એક દુકાનમાં જતા ગ્રાહકો હજી બહાર જ હતા ત્યાં આડેધડ ગોળીબારી શરૂ થઈ પછી ગોળીબારી કરનારાઓ દુકાનમાં ઘૂસી ગયા અને ત્યાં પણ ગોળીબાર શરૂ કર્યો તે ઘટનાઓમાં ૧૩ પુરૂષો અને ૪ મહિલાઓ મળી ૧૭ના મૃત્યુ થયા હતા અને ૧૫ને ઈજાઓ થઈ હતી. આ બંદૂકધારીઓ મૃત્યુ પામેલા ગ્રાહકોનાં ખિસ્સાં ફંફોળી બધી રકમ અને તેમના મોબાઈલ્સ પણ ઉઠાવી લીધા હતા અને રાતના અંધારામાં નાસી છુટયા હતા તેમ નજરે જોનારાઓએ પોલીસને જણાવ્યું હતું.




