ઇમરાન ખાન વિરુદ્ધ શહબાઝ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી પરંતુ ભારે બેઇજ્જતી થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનના ઇલાજ અંગે કાનૂની અને રાજકીય ખેંચતાણ ચાલી રહી છે તેમાં શહબાઝ સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે એવો હુકમ કર્યો હતો કે, ઇમરાનખાનને તેમની આંખની તકલીફ માટે 'શીફા ઇન્ટરનેશનલ હૉસ્પિટલ'માં દાખલ કરવામાં આવે.
આ સામે શહબાઝ સરકારે અરજી કરતા જણાવ્યું હતું કે તેથી જેલના નિયમોનો ભંગ થાય તેમ છે. સરકાર વતી એડવોકેટ જનરલ નવીદ હયાત મલીકે જણાવ્યું હતું કે, 'કોર્ટનો આ આદેશ એક રીતે અંતરિમ રાહત આપે છે. જે જેલના નિયમો નીચની નિર્ધારિત પ્રક્રિયાના ઉલ્લંઘન સમાન છે. સાથે તેમ પણ કહ્યું કે, કોઈ એક કેદીને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટેની મંજૂરી આપવાથી અન્ય કેદીઓ સાથે અસમાન વ્યવહારનું કારણ બની શકે તેથી ભવિષ્યમાં એક ખોટી પરંપરા પણ પડી જાય.
કાનૂન મંત્રી આઝમ નજીર તરારે પણ સ્પષ્ટતા કરી હતી કે, 'સરકાર આવશ્યક ચિકિત્સાની વિરુદ્ધ નથી પરંતુ જેલના સ્થાનિક નિમયો પ્રમાણે થવી જોઈએ.'
બીજી તરફ સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રીએ સુનાવણી પહેલાં જ તે અરજી સામે વિરોધ કર્યો અને જણાવ્યું હતું કે, 'આમાં દસ્તાવેજોની ઉણપ છે, તેમજ પેપર બુક્સ પણ અધૂરી છે. તેથી આ યાચિકા મુખ્ય 'આયુક્ત'ને પાછી મોકલવામાં આવે.
આનો સીધોસાદો અર્થ તે જ થઈ શકે કે સરકારે સુપ્રીમ કોર્ટના હુકમ સામે કરેલ 'રીવીઝન અરજી' કોર્ટની રજીસ્ટ્રીમાં જ સ્વીકૃત બની નથી ત્યાં આગળ સુનાવણીની વાત તો દૂર રહે છે.
ટૂંકમાં શરીફ સરકારની આબરૂના સુપ્રીમ કોર્ટ પહોંચે તે પહેલાં જ ધજાગરા ઉડી ગયા છે.
આ તેવે સમયે બન્યું છે કે, કુખ્યાત આફલાઇ જેલમાં બંદી રહેલા પૂર્વ ક્રિકેટરની આંખોની રોશની મંદ થતા તેને યોગ્ય ઇલાજ માટે તેમના પક્ષ પીટીઆઇના અગ્રણીઓ તથા કુટુમ્બીઓએ કરેલી અરજી ઉપરથી સુપ્રીમ કોર્ટે તેમને ખાનગી હૉસ્પિટલમાં સારવાર આપવા હુકમ કર્યો તે સામે શહબાઝ સરકારે અરજી કરી હતી.









