Get The App

જે હોટેલમાં ઈરાન-અમેરિકા મંત્રણા થઈ તેનું બિલ શહબાઝ સરકાર ચૂકવી શકી નથી

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
જે હોટેલમાં ઈરાન-અમેરિકા મંત્રણા થઈ તેનું બિલ શહબાઝ સરકાર ચૂકવી શકી નથી 1 - image

- શરીફે વટ પાડવા શાંતિ મંત્રણા કરાવી પરંતુ તે ફેઇલ થઈ

- પાકિસ્તાને મોટા-ભાં થવા ઈરાન-અમેરિકાને મંત્રણા માટે આમંત્રણ તો આપ્યું હવે 'ફાઈવ સ્ટાર હોટેલ' સેરીના બિલ માગે છે : જે આપવાનાં ફાંફાં પડયાં છે

ઈસ્લામાબાદ : પાકિસ્તાને 'મોટા-ભાં' થવા અને પોતાનો વટ દુનિયામાં દેખાડવા ઈરાન-અમેરિકા વચ્ચે મંત્રણા તો યોજાવી પરંતુ તે મંત્રણામાં ભાગ લેવા આવેલા મહાનુભાવોની મહેમાનગતિ માટે પસંદ કરાયેલી 'હોટેલ સેરીના'નું બિલ હજી ચુકવી શકાયું નથી.

સેરીનાનો અર્થ છે શાંતિ પરંતુ તે હોટેલ માલિકો અશાંત બની ગયા છે.

પાકિસ્તાનની શહબાઝ સરકારને આશા હતી કે, પોતે યોજાયેલી મંત્રણા સફળ રહેશે. સફળતા તો એકતરફ રહી મંત્રણા દરમિયાન બંને પક્ષો વચ્ચે ગરમા-ગરમી વધી ગઈ. બીજી તરફ એ ફાઈવ સ્ટાર હોટેલનું ભારેભરકમ બિલ હજી સુધી ન ચુકવાતાં સેરીનાના સંચાલકોએ રીતસર ઉઘરાણી શરૂ કરી દીધી. પરંતુ જવાબ મળતો નથી તેથી એક તરફ મંત્રણા નિષ્ફળ ગઈ તો બીજી તરફ હોટેલનું ભારેભરકમ બિલ પણ ચૂકવી શકાયું નથી. તેથી શરીફ સરકારની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નો ઉભા થયા છે.

ન્યૂઝ-૧૮ને ગુપ્ત સૂત્રો દ્વારા માહિતી મળી છે કે હોટેલ મેનેજમેન્ટને બિલના પૈસા માલિકે પોતાના ખિસ્સામાંથી ચુકવવા પડયા. આ હોટલના માલિકને આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક સાથે સંબંધો છે.

પાકિસ્તાન આ મંત્રણા યોજવા પાછળ એવો મકસદ રાખતું હતું કે, તે એક વિશ્વાસપાત્ર મધ્યસ્થી બની શકે તેમ છે, તેમ તે દુનિયાને દેખાડવા માગતું હતું.

પરંતુ પાકિસ્તાન ન તો મધ્યસ્થ બની શક્યું ન તો અમેરિકાનાં પ્રતિનિધિમંડળે કે ન તો ઈરાનનાં પ્રતિનિધિમંડળે, તેમને મધ્યસ્થી કરવા કહ્યું કે ન તો તે મંત્રણા સફળ રહી.

આ હોટેલ સેરીના એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાયેલી છે, તેને પોતાનું પણ આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે. તેથી શહબાઝ સરકારની ફજેતી થવામાં કંઈ બાકી રહે તેમ નથી.