World

અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા! ઈરાનના દાવાથી સમગ્ર વિશ્વ ચોંક્યું, જૉર્ડનના લોકોને ખાસ અપીલ

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયા યુદ્ધ ભયાવહ તબક્કે પહોંચ્યું છે. અમેરિકાએ ઈરાનની રાજધાની તહેરાનમાં હુમલા કર્યા બાદ, ઈરાને જોર્ડનમાં અમેરિકન ફાઈટર જેટ્સ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરી 8 લોકોના મોતનો દાવો કર્યો છે. ઈરાની સેનાએ અમેરિકાના અનેક જેટ અને ફ્યુલ ભરનારા વિમાનો તોડી પાડ્યા હોવાનું જણાવ્યું છે. ઈરાને સીરિયામાં પણ અમેરિકન કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યાનો દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા! ઈરાનના દાવાથી સમગ્ર વિશ્વ ચોંક્યું, જૉર્ડનના લોકોને ખાસ અપીલ
Representative image

West Asia War : અમેરિકા-ઈરાનનું યુદ્ધ ભયાનક તબક્કે પહોંચી ગયું છે. બંને દેશો એકબીજા પર ભારે હુમલાઓ કરી રહ્યા છે. તાજેતરમાં અમેરિકાએ ઈરાનની રાજધાની તહેરાનમાં અનેક ઠેકાણાઓ પર હુમલાઓ કર્યા હતા. ત્યારે ઈરાને વળતો જવાબ આપીને જોર્ડનમાં તહેનાત અમેરિકન ફાઈટર જેટ પર મિસાઈલો અને ડ્રોનથી હુમલો કરીને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે.

જોર્ડનમાં અમેરિકાના અનેક જેટ તોડી પાડ્યાનો ઈરાનનો દાવો

ઈરાની સેનાએ દાવો કર્યો છે કે, તેણે અમેરિકાના ફાઈટર જેટ્સમાં ફ્યૂલ ભરનારા અનેક વિમાનો અને ફાઈટર જેટ્સને ધ્વસ્ત કરી દીધા છે. આ હુમલામાં અનેક લોકોને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનો પણ દાવો કર્યો છે. ઈરાને જોર્ડનની પ્રજાને વિનંતી કરી છે કે, તેઓ તેમના દેશમાં ઈસ્લામ વિરોધી અમેરિકન હિતોનો વિરોધ કરે.

ઈરાને સૈનિકોની હત્યાનો બદલો લેવા સીરિયા પર પણ હુમલો કર્યો

ઈરાની મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાની સેનાએ કહ્યું કે, તેઓએ ઈરાનમાં ઈરાની સૈનિકોની હત્યાનો બદલો લેવા માટે સીરિયાના અલ-તનફમાં એક અમેરિકન કમાન્ડ સેન્ટર પર પણ હુમલો કર્યો હતો. જોકે આ દાવા પર હજુ સુધી પુષ્ટી થઈ નથી. આ મામલે સીરિયાઈ સરકાર અને અમેરિકન સેના તરફથી પણ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ઈરાનમાં અમેરિકાના ભયાનક હુમલા

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ઈરાન પર હુમલાઓ વધારી ત્યાં પુલો અને વીજળી પ્રોજેક્ટોને નિશાન બનાવ્યા છે. આ ઉપરાંત ઈરાનના સૌથી મહત્ત્વના પોર્ટ પર ધડાધડ મિસાઈલ હુમલો કરીને એક ટાવરને પણ ધ્વસ્ત કરી દીધો છે. આ હુમલો અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ કરવામાં આવ્યો છે. ટ્રમ્પે ઈરાન પર દબાણ વધારવા માટે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાની વાત કહી હતી. ઈરાને હોર્મુઝ જળમાર્ગ પર નાકાબંધી કરી રાખી છે, જેને અટકાવવા માટે અમેરિકા ઈરાન પર હુમલાઓ કરી રહ્યું છે.