World

સઉદીથી સબુરીના બંધ તૂટી ગયા : પહેલી જ વાર અમેરિકા સાથે મળીને હવાઈ હુમલા કર્યા

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
યુદ્ધ વકરતા, રશિયા-યુક્રેન બાદ હવે સાઉદી અરેબિયા પણ મેદાનમાં આવ્યું છે. 29 જુલાઈએ સાઉદી સંરક્ષણ મંત્રાલયે અમેરિકા સાથે મળીને ઈરાક સ્થિત ઈરાન સમર્થિત આતંકીઓના અડ્ડાઓ પર હુમલા કર્યા. આ હુમલા ઈરાન તરફથી થતા ડ્રોન હુમલાના જવાબમાં કરાયા હતા, જેનો હેતુ સાઉદીની તેલ સુવિધાઓને નિશાન બનાવવાનો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સઉદીથી સબુરીના બંધ તૂટી ગયા : પહેલી જ વાર અમેરિકા સાથે મળીને હવાઈ હુમલા કર્યા
  • યુધ્ધ વકરી રહ્યું છે : રશિયા, યુક્રેન પછી સઉદી મેદાનમાં
  • સઉદી સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, બુધવારે તેણે અમેરિકા સાથે મળીને, ઇરાક સ્થિત ઇરાન સમર્થિત આતંકીઓના અડ્ડાઓ પર હુમલા કર્યા છે

નવી દિલ્હી : એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પના સીઝ ફાયર વચ્ચે ઇરાને ગલ્ફમાં રહેલા અમેરિકી સૈન્ય મથકો પર હુમલા શરૂ કરી દીધા છે. તો બીજી તરફ સઉદી અરબની સબુરીના પણ તમામ બંધો તૂટી ગયા છે. સઉદી અરબના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, બુધવાર ૨૯ જુલાઇએ તેણે અમેરિકાની સાથે મળી ઇરાક સ્થિત ઇરાન સમર્થિત આતંકીઓના અડ્ડાઓ ઉપર હુમલા શરૂ કરી દીધા છે. આ આતંકી જુથોનું ધ્યેય સઉદી અરબની તેલ સુવિધાઓ પર હુમલા સંબંધી હતો.
આ પૂર્વે સઉદી સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, તેણે ઇરાકમાંથી ઉડાવવામાં આવેલા કેટલાએ ડ્રોન વિમાનોનો નાશ કર્યો હતો. જ્યારે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે પણ સ્વીકાર્યું હતું કે અમેરિકાના અને સઉદી અરબના યુધ્ધ વિમાનોએ પૂર્વ ઇરાક સ્થિત આતંકવાદીના મથકો શસ્ત્રગારો અને શસ્ત્ર સરંજામ પહોંચાડનારા વાહનો પર હુમલા કર્યા હતા. આ હુમલા ઇરાન તરફથી સતત થઇ રહેલા ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવી રહ્યા છે.
આ સાથે સઉદીએ સ્પષ્ટ પણ કર્યું હતું કે, સઉદી અરબસ્તાન તંગદિલી વધારવા નથી ઇચ્છતુ પરંતુ તેની ઉપર થતા હુમલાનો તો તે તેટલો જ કઠોર જવાબ આપશે. વાસ્તવમાં ઇરાનના રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી) અમેરિકી સેના અને સઉદી અરબની ઊર્જા સુવિધાઓ ઉપર હુમલા કરવા માર્ગદર્શન આપી રહ્યા હતા.
આ ઘટના પછી વિશ્લેષકો સચિંત બન્યા છે. તેઓ માને છે કે આ યુધ્ધ વકરતું જ જાય છે. તેમાં થોડા દિવસો પૂર્વે રશિયા અને યુક્રેને ઝંપલાવ્યું હતું હવે સઉદી અરબસ્તાન પણ મેદાનમાં આવી ગયું છે.