Get The App

સાઉદી અને કુવૈતના એક નિર્ણયથી મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ભડકવાની આશંકા, ઈરાન હવે શું કરશે?

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
સાઉદી અને કુવૈતના એક નિર્ણયથી મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ભડકવાની આશંકા, ઈરાન હવે શું કરશે? 1 - image


Saudi And Kuwait Lift Airspace Bans On US Military : એકતરફ વિશ્વ અમેરિકા અને ઈરાના શાંત પાડવાના પ્રયાસો કરી રહ્યું છે, તો બીજી તરફ સાઉદી અરેબિયા અને કુવૈતે એવો નિર્ણય લીધો છે, જેના કારણે ફરી યુદ્ધ થવાનું અને મિડલ ઈસ્ટનું સંકટ વધવાની આશંકાઓ વધી ગઈ છે. વાસ્તવમાં અગાઉ બંને દેશોએ પોતાનો એરસ્પેસ અને સૈન્ય એરબેઝનો ઉપયોગ કરવા પર અમેરિકન સેના પર પ્રતિબંધ લાદ્યો હતો. જોકે હવે આ પ્રતિબંધ હટાવી દેવાયો છે, જેના કારણે ઈરાન સામે ગમે ત્યારે કોઈ મોટી કાર્યવાહી કરવાની સંભાવના વધી ગઈ છે.

સાઉદી-કુવૈતના નિર્ણયથી ટ્રમ્પને મોટી રાહત

અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ પણ હોર્મુઝને લઈને વિવાદ ચાલી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) ઈરાન વિરોટી વંટોળ ઊભું કરવા માગે છે અને તે માટે ખાડી દેશોનું સમર્થન મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. હવે સાઉદી અને કુવૈતે પોતાના એરબેઝ અને એરસ્પેસનો અમેરિકન સેનાને ઉપયોગ કરવાની મંજૂરી આપ્યા બાદ ટ્રમ્પને મોટી રાહત મળી છે.

આ પણ વાંચો : હોર્મુઝ બન્યું ‘પર્લ હાર્બર’: ઈરાની મિસાઈલોના વરસાદથી અમેરિકન નેવી સ્તબ્ધ, 3 ડિસ્ટ્રોયરની પીછેહઠ

અમેરિકા ઈરાન વિરુદ્ધ ફરી ઓપરેશન શરૂ કરશે

સાઉદી-કુવૈતે રાહત આપ્યા બાદ અમેરિકા પોતાના જહાજોને નેવી અને હવાઈ સુરક્ષા આપતા અભિયાન ઓપરેશન ફ્રીડમને ફરી શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, અમેરિકા ઈરાન વિરુદ્ધનું ઓપરેશન ફ્રીડમને આ સપ્તાહે જ શરૂ કરવાનો હતો, જોકે તેમાં 36 કલાકનો વિલંબ થયો છે. હવે પેન્ટાગોનના અધિકારીઓએ આ જ સપ્તાહમાં ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: 10% ગ્લોબલ ટેરિફ રદ, કોર્ટે 5 દિવસમાં રિફંડ આપવા કર્યો આદેશ