એસ. જયશંકર બ્રુની, પાપુઆ ન્યુ ગીનીના વિદેશમંત્રીઓને મળ્યા : ઇન્ડો. પેસિફિક વિસ્તારની પ્રાથમિકતાઓની ચર્ચા કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આસીયાન દેશોના વિદેશમંત્રીઓની મનીલામાં પરિષદ
નાનકડું બુ્રની તેલ સમૃદ્ધ છે, જ્યારે પાપુઆ ન્યૂગીનીનું પૂર્વ પેસિફિકમાં મહત્ત્વનું વ્યૂહાત્મક સ્થાન છે : ત્યાં ચીનનો પગપેસારો રોકવાનો રહ્યો
મનીલા (ફીલીપાઇન્સ) : અહીં મળી રહેલી એસોસીએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ આસીયાન દેશોના વિદેશમંત્રીઓની બે દિવસની પરિષદ દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે બુ્રની અને પાપુઆ ન્યૂ ગીનીના વિદેશ મંત્રીઓ સાથે સઘન મંત્રણા યોજી હતી અને ઇન્ડો પેસિફિક વિસ્તારની પ્રાથમિકતાઓની ચર્ચા કરી હતી. તેઓએ બુ્રનીના વિદેશમંત્રી પ્રિન્સ અબ્દુલ માતીન તથા પાપુઆ ન્યૂ ગિનિના વિદેશમંત્રી, જસ્ટીન ડબલ્યુ તત્કાય શેંકો સાથે સઘન મંત્રણાઓ કરી હતી. દ્વિપક્ષીય સરકાર, ઉત્કર્ષ પામતી ટેક્નોલોજી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિષે મંત્રણા કરી હતી.
ભારતે હાથ ધરેલી એક્ટ ઇસ્ટ પોલીસીના ભાગરૂપે વિદેશમંત્રીએ બુ્રનીના વિદેશ મંત્રી, પ્રિન્સ અબ્દુલ માલીનને તેમના આ નવા પદ ઉપર કરાયેલી નિયુક્તિ બદલ અભિનંદનો પણ આપ્યા હતા સાથે ઝડપભેર પલટાઈ રહેલી ટેક્નોલોજી, એ.આઇ., ડ્રોન્સ તથા ડીજીટલ ક્ષેત્રે ઉઘડતી નવી તકોની ચર્ચા કરી હતી.
પાપુઆ ન્યૂ ગીનીના વિદેશમંત્રી જસ્ટીન ડબલ્યુ તત્કાએન્કો સાથે ઉક્ત વિષયોની તો ચર્ચા કરી જ હતી પરંતુ તે સાથે ઇન્ડો-પેસેફિક વિસ્તારના પ્રશ્નો વિષે ચર્ચા કરી જ હતી પરંતુ તે સાથે ઇન્ડો પેસેફિક વિસ્તારના પ્રશ્નો વિષે ચર્ચા કરી હતી અને ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ કોઓપરેશન (એફ.આઇ.પી.આઇ.સી.) મજબૂત કરવા ઉપર ભાર મૂક્યો હતો.
નિરીક્ષકો કહે છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ મહત્ત્વના ન લાગતા આ દેશો સાથે સઘનતા કેળવવા પાછળનું કારણ તે છે કે બુ્રની તેલ સમૃદ્ધ દેશ છે, જ્યારે પાપુઆ ન્યૂગીનીનું પૂર્વ પેસિફિક વિસ્તારમાં રહેલું વ્યૂહાત્મક સ્થાન અતિ મહત્ત્વનું છે. તેના વડાપ્રધાન મૂળ તો ઇન્ડિયન ઓરિજીનના છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તે દેશની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં ચીનનો પગપેસારો રોકવા માટે તે દેશો સાથે સંબંધો ગાઢ કરવા અનિવાર્ય છે,









