World

રશિયનો યુક્રેન પર ભીષણ હુમલો 16નાં મોત, 40થી વધુ ઘાયલ

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
કીવ : યુક્રેનની રાજધાની કીવ અને આસપાસનાં વિસ્તારોમાં રશિયાએ અનેક હવાઇ હુમલા કર્યા હતાં. જેમાં યુક્રેનનાં ઓછામાં ઓછા ૧૬ નાગરિકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ વિશ્વનાં દેશોને પૈટ્રિયટ ઇન્ટરસેપ્ટર મોકલવાની અપીલ કરી છે. યુક્રેનનાં એરફોર્સે જણાવ્યું છે કે રશિયાએ સમગ્ર રાત કરેલા હુમલાઓમાં ક્રૂઝ મિસાઇલ અને ઝડપથી ઉડનારા જેટથી ચાલનારા ડ્રોન પણ સામેલ હતાં. જેના કારણે એર ડિફેન્સ પણ દબાણ વધી ગયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયનો યુક્રેન પર ભીષણ હુમલો 16નાં મોત, 40થી વધુ ઘાયલ

કીવ : યુક્રેનની રાજધાની કીવ અને આસપાસનાં વિસ્તારોમાં રશિયાએ અનેક હવાઇ હુમલા કર્યા હતાં. જેમાં યુક્રેનનાં ઓછામાં ઓછા ૧૬ નાગરિકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ વિશ્વનાં દેશોને પૈટ્રિયટ ઇન્ટરસેપ્ટર મોકલવાની અપીલ કરી છે. યુક્રેનનાં એરફોર્સે જણાવ્યું છે કે રશિયાએ સમગ્ર રાત કરેલા હુમલાઓમાં ક્રૂઝ મિસાઇલ અને ઝડપથી ઉડનારા જેટથી ચાલનારા ડ્રોન પણ સામેલ હતાં. જેના કારણે એર ડિફેન્સ પણ દબાણ વધી ગયું હતું.

એરફોર્સનાં જણાવ્યા અનુસાર કીવ મુખ્ય નિશાન હતું. જો કે સમગ્ર યુક્રેનમાં ૨૮ સ્થળોએ હુમલા કરવામાં આવ્યા હતાં. આ હુમલાઓમાં ૧૬ લોકોનાં મોત થયા છે અને ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આ એક ખૂબ જ મોટો હુમલો હતો. રશિયા ઘણા સમયથી આ હુમલાની તૈયારી કરી રહ્યું હતું. જેમાં અલગ અલગ પ્રકારની બેલેસ્ટિક મિસાઇલો, ક્રૂઝ મિસાઇલ અને ડ્રોન સામેલ હતાં. જેનો ઉદ્દેશ સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુમાં વધુ નુકસાન પહોંચાડવાનું હતું. જો કે બીજી તરફ રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે હુમલો કીવની એક ઇન્ડસ્ટ્રીયલ સાઇટ પર કરવામાં આવ્યો છે. જે યુક્રેનની ફલેમિંગો ક્રૂઝ મિસાઇલ માટે પાર્ટ્સ બનાવે છે. રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે તેણે યુક્રેનનાં ૭૨૬ ડ્રોન તોડી પાડયા છે. રશિયાનાં વધતા જતાં હુમલાઓને કારણે યુક્રેનનાં પાડોશી દેશોની પણ ચિંતા વધી ગઇ છે. યુક્રેનનાં પાડોશી દેશોને ડર સતાવી રહ્યો છે કે રશિયા તેમના ઉપર પણ હુમલા કરી શકે છે.