સોના કરતાં પણ વધુ કિંમતી ખનીજ શોધ્યાનો રશિયન વિજ્ઞાનીઓનો દાવો, કિંમત જાણી ચોંકશો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Science News : રશિયના વૈજ્ઞાનિકોએ સોના કરતાં પણ મોંઘી ધાતુ શોધવાનો દાવો કર્યો છે. રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકે જણાવ્યું હતું કે સંશોધનકારોએ કોલા ટાપુ પર ખિબિની મૈસિફની કિરોવ્સ્કી ખાણમાં આ નવા ખનીજની ઓળખ કરી. રશિયન વૈજ્ઞાનિક અને ઉચ્ચ શિક્ષણ મંત્રાલયના એક પ્રવક્તાએ સ્પુટનિકને જણાવ્યું હતું કે તેનું નામ કોલા એશક્રોફ્ટાઇન રાખવામાં આવ્યું છે.
પ્રવક્તાના જણાવ્યા મુજબ ખડક પર આ નવા ખનીજની એક પાતળી પરતની કિંમત પણ સરેરાશ 145 ડોલર પ્રતિ મિલીમીટર છે, જે સોનાની કિંમત કરતાં પણ વધુ છે. રશિયન સંશોધનકારોએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ ફક્ત સુંદર પથ્થર નથી, પણ પૃથ્વીની ઉપલા સ્તરની સપાટીનું એક કેમિકલ આર્કાઇવ છે. એક જ ક્રિસ્ટલમાં યટ્રિયમ, સિલિકોન, પોટેશિયમ, સોડિયમ અને આખુ મેંડલીબ ટેબલ હાજર છે. પ્રવક્તાએ આગળ જણાવ્યું હતું કે કોલા એશક્રોફ્ટાઇનની ખાસિયત એ છે કે તેમા કેલ્સિયમ, મેંગેનીઝ અને ફ્લોરિન છે. તેની ક્રિસ્ટલ સંરચના વિજ્ઞાનની જાણકારીમાં ઉપલબ્ધ સૌથી જટિલ મિનરલ સંરચનાઓમાં એક છે.
સ્પુટનિકે જણાવ્યું હતું કે ક્લાસિક એશક્રોફ્ટાઇન ગુલાબી રંગનું પારદર્શક અને સરળતાથી તૂટનારું અત્યંત દુર્લભ સિલિકેટ મિનરલ છે. તેના ભંડાર ગ્રીનલેન્ડ, કેનેડા અને ઇટાલીમાં છે. આ ખનીજ પ્રકૃતિમાં મળી આવતું અત્યંત દુર્લભ અને જટિલ ખનીજ છે. આ તે જ ખનીજ છે જેની ચર્ચા ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા સોનાથી પણ મોંઘા રશિયન ખનીજના દાવામાં થઈ રહી છે.
એશક્રોફ્ટાઇન એક પોટેશિયમ, સોડિયમ, ઇટ્રિયમ, કેલ્સિયમ સિલિકેટ કાર્બોનેટ ખનીજ છે. તેનું રાસાયણિક સૂત્ર વિજ્ઞાનમાં સૌથી મોટા અને જટિલ સૂત્રોમાં એક માનવામાં આવે છે. તેમા મોટાપાયા પર ઇટ્રિયમ સામેલ હોય છે, જે એક રેર અર્થ એલીમેન્ટ છે. તેના ક્રિસ્ટલ ગ્રિડની બનાવટ એટલી મોટી અને જટિલ હોય છે કે તેને સમજવા માટે વૈજ્ઞાનિકોએ આગવી પદ્ધતિઓની મદદ લેવી પડે છે. આ ખનીજ સામાન્ય રીતે હળવા ગુલાબી, સફેદ કે ભૂરા-ગુલાબી રંગમાં મળી આવે છે. તેનું સ્વરૂપ ક્રિસ્ટલ સોય જેટલા પાતળા અને રેશમીદાર ગુચ્છાનું હોવાથી તે જોવામાં સુંદર લાગે છે.




