રશિયાની બેલેસ્ટિક મિસાઈલ્સથી કીવ ખેદાન-મેદાન : 6નાં મોત, અનેક ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કીવ: રશિયાએ શનિવારે રાત્રે યુક્રેનના પાટનગર કીવ ઉપર બેલાસ્ટિક મિસાઈલ્સ વરસાવ્યાં હતાં, જે હુમલા કેટલાયે કલાકો સુધી ચાલુ રહ્યા હતા. તેથી રહેણાંકના મકાનો તથા ઔદ્યોગિક એકમોને ભારે નુકસાન પણ થયું હતું, તેથી ૬ લોકોનાં મૃત્યુ થયા હતા અને અનેક આઠ ઘાયલ થયા હતા. સ્થાનિક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ હુમલા શનિવારે રાત્રે આશરે દોઢ વાગે શરૂ થયા હતા. પ્રમુખ ઝેલેન્સ્કીએ પણ જણાવ્યું હતું કે, આથી શહેરના પાંચ વોર્ડોમાં આગ લાગી હતી અને રહેણાંકના મકાનો તથા ઔદ્યોગિક એકમોને ભારે નુકસાન થયું હતું. તેમાં એકનું મૃત્યુ થયું હતું અને આઠને ઈજાઓ થઇ હતી.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્વિયાતોશિન્સ્કી વોર્ડમાં બચાવ કર્મીઓએ એક ખાનગી મકાનમાં આગ લાગી હતી તે આગ વચ્ચેથી ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા તે ઉપરાંત શેવયેંક્વિસ્કી વોર્ડમાં ત્રણ માળની એક સળગતી ઇમારતમાંથી આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. એક અન્ય ઇમારતને લાગેલી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ હુમલો એવા સમયે થયો છે કે જ્યારે યુક્રેનને હવાઈ રક્ષા-પ્રણાલીની ગંભીર અછત ભોગવી રહ્યું છે. અમેરિકાના પેટ્રિએટ મિસાઈલ્સ રશિયન બેલાસ્ટિક મિસાઈલ્સને ઇન્ટરસેપ્ટ કરી, રોકવા માટેની શ્રેષ્ઠ વ્યવસ્થા છે. પરંતુ, કીવ તેની અછત ભોગવી રહ્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ આખી રાત ચાલેલા યુક્રેની ડ્રોન હુમલા પૈકી, ૧૪૦ ડ્રોન વિમાનો તોડી પાડયાં હતા.









