World

રશિયા તેના સાથી દેશોને ખતરનાક શસ્ત્રો આપશે : કીર્ગીસ્તાનમાં પુતિને કરેલો ધડાકો

By GS TEAM
27 Nov 20251 min read
રશિયા તેના સાથી દેશોને ખતરનાક શસ્ત્રો આપશે : કીર્ગીસ્તાનમાં પુતિને કરેલો ધડાકો

- 2026માં રશિયા CSTOનું અધ્યક્ષ પદ સંભાળશે : તે રાષ્ટ્રોને આધુનિક શસ્ત્રો આપશે, તે માટે તાલીમ આપશે, સંયુક્ત યુદ્ધ-કવાયત કરશે

અલ્માલી : અહીં મળી રહેલી કોમન વેલ્થ સ્ટેટસ ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (સીએસટીઓ)ની શિખર પરિષદમાં રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને ૨૦૨૬માં રશિયા તેનું અધ્યક્ષ પદ સંભાળશે, ત્યારે તેની પ્રાથમિકતાઓ શી હશે રૂપ રેખા દર્શાવી હતી. આ શિખર પરિષદમાં થીમ હતી. કલેકિટવ સિકયુરીટી ઇન એ મલ્ટી પોલર વર્લ્ડ. આ શિખર પરિષદમાં બોલતાં પુતિને સીએસટીઓ દેશો સાથે સઘન લશ્કરી સંકલન સાધવા તેમજ ત્રાસવાદ વિરોધી નવી નિતી વિચારવા અને તે દેશોને રશિયાના આધુનિક શસ્ત્રોથી સજ્જ કરવા સાથે તે દેશોના દળોને તેનો ઉપયોગ શીખવાડવા વચન આપ્યું હતું. તેમજ એર ડીફેન્સ કોઓપરેશન સાધવા સહિત સાઇબર સિકયુરીટી અને બાયો સેફટી મેઝર્સ પણ જણાવ્યા હતા.

આ ઉપરાંત રશિયાના પ્રમુખે સાઇબર સિકયોરિટી અને બાયો સેફટી મેઝર્સની પણ માહિતી આપી હતી. સાથે સમગ્ર યુરેશિયા ભૂખંડ માટે નવું સલામતી માળખું રચવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત સભ્ય દેશોને અદ્યતન ટેકનોલોજી આપવા તથા સંરક્ષણ ક્ષેત્રે તથા જાસૂસી ક્ષેત્રે પણ સહકાર આપવા વચન આપ્યું હતું.