World

ઇરાન-અમેરિકા યુધ્ધમાં રશિયા-યુક્રેનની એન્ટ્રી : ઇરાનનાં જહાજને કાસ્પીયનમાં કીવે નિશાને લીધું

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે ઈરાનની એન્ટ્રી થઈ છે. યુક્રેને કેસ્પિયન સીમાં ઈરાની જહાજ પર મિસાઈલ હુમલો કર્યો, જેના જવાબમાં ઈરાનના વિદેશ મંત્રીએ ચેતવણી આપી. ઝેલેન્સ્કીએ રશિયા પર અમેરિકી સૈન્ય મથકોની સેટેલાઇટ માહિતી ઈરાનને આપવાનો આક્ષેપ કર્યો. આ યુદ્ધ હવે એશિયા, યુરોપ અને અમેરિકા એમ 3 ખંડોમાં ફેલાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાન-અમેરિકા યુધ્ધમાં રશિયા-યુક્રેનની એન્ટ્રી : ઇરાનનાં જહાજને કાસ્પીયનમાં કીવે નિશાને લીધું
  • આ યુધ્ધમાં આફ્રિકા સિવાયના તમામ ખંડો સામેલ છે
  • ઝેલેન્સ્કીએ રશિયા પર આક્ષેપ મૂકયો છે કે તે સેટેલાઇટથી મળતી અમેરિકી સૈન્ય મથકોની માહિતી, ઇરાનને સતત આપતું રહ્યું છે

નવી દિલ્હી : અમેરિકાએ અત્યારે તો ઇરાન પર હુમલા બંધ કરી દીધા છે તેવું જાણવા મળ્યું છે કે મિસાઇલ્સની ઘટને કારણે ઉપપ્રમુખ જે.ડી. વાન્સે ટ્રમ્પને તે માટે સમજાવી દીધા હતા. પરંતુ હવે આ યુધ્ધમાં રશિયા-યુક્રેનની એન્ટ્રી થઈ ચુકી છે. પ્રાપ્ય માહિતી પ્રમાણે, કાસ્પીયન સી-માં રશિયામાંથી ઇરાન તરફ શસ્ત્ર સરંજામ લઇ જતાં એક ઇરાની જહાજ ઉપર યુક્રેને મિસાઇલ હુમલો કર્યો હતો. તે અંગે ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ચેતવણી આપી હતી કે, કાસ્પીયનસીમાં યુક્રેને કરેલા હુમલાનો જવાબ આપવામાં આવશે. આ પૂર્વે યુક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ પણ જણાવ્યું હતું કે, ઇરાન શસ્ત્ર સરંજામ લઇ જતાં ઇરાનનાં એક જહાજ ઉપર યુક્રેને લાંબા અંતરના એક મિસાઇલથી હુમલો કર્યો હતો.
આ સાથે હવે યુધ્ધનો વ્યાપ માત્ર એશિયા કે અમેરિકા પૂરતો જ મર્યાદિત ન રહેતાં યુરોપમાં પણ પહોંચી ગયો છે.
બીજી તરફ ઝેલેન્સ્કીએ રશિયા ઉપર સીધો આક્ષેપ મુકતા જણાવ્યું હતું કે, રશિયા સેટેલાઇટ દ્વારા મધ્ય પૂર્વેમાં આવેલા અમેરિકી સેના મથકોની માહિતી ઇરાનને પહોંચાડી રહ્યું છે. તેથી ઇરાન અમુક રીતે અમેરિકી સેનાનાં મથકો ઉપર અચૂક હુમલા કરી શકે છે. વધુમાં રશિયા સ્ટીમર ભરીને ઇરાનને શસ્ત્રો આપી રહ્યું છે. તે પૈકીની એક સ્ટીમર તો અમારૂ નિશાન બનાવી હતી.
ઇરાનના વિદેશ મંત્રી અરાઘચીએ ઠ પોસ્ટ પર લખ્યું ઝેલેન્સ્કીએ ઇરાનનાં એક વ્યાપારી જહાજો ઉપર હુમલો કર્યો હતો, જેમાં એક નાવિકનું મૃત્યુ થઈ ગયું હતું. આ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ખુલ્લા ભંગ સમાન છે. આ હુમલો ઇઝરાયલના કહેવાથી યુરોપને યુધ્ધમાં ઢસડવા માટે કરવામાં આવ્યો હતો. ઇસ્લામિક ગણ રાજ્યો (ઇરાને) રશિયા - યુક્રેન યુધ્ધમાં કદી હસ્તક્ષેપ કર્યો નથી. યુરોપીય સંઘમાં વિદેશી બાબતોનાં અધિકારી કાઝર કલ્લાસ અને રશિયાના વિદેશ મંત્રી સર્ગીઅસ લાવરોવ સાથેની મંત્રણામાં પણ અરાઘચીએ કહ્યું હતું કે કીવમાં રહેલા મફત-ખોર જે કર્યું છે તેનો વળતો જવાબ અપાશે જ.
બીજી તરફ ઝેલેન્સ્કીએ તો શનિવારે રશિયા ઉપર આક્ષેપ કર્યો હતો કે તે સેટેલાઇટ દ્વારા મધ્ય પૂર્વમાં રહેલા અમેરિકી સેના-મથકોની તસવીરો ખેંચી ઇરાનને મોકલે છે તેથી ઇરાન અમેરિકી મથકો ઉપર ધાર્યા હુમલા કરી શકે છે. રશિયાએ ઉત્તર કોરિયાના ૩૦,૦૦૦ સૈનિકોને બોલાવ્યા છે.
આમ બહારથી શાંત દેખાતું યુધ્ધ હવે આફ્રિકા ઉપર ત્રણે ખંડો એશિયા, યુરોપ અને અમેરિકામાં પ્રસરી રહ્યું છે.