World

UNમાં ભારતને સ્થાયી સીટ માટે રશિયાનું ભારતને પ્રબળ સમર્થન : ચીને તેનો અકારણ વિરોધ કર્યો

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
રશિયાએ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં ભારતની કાયમી સભ્યપદ માટે જોરદાર રજૂઆત કરી હતી. ન્યૂયોર્કમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લવરોવે યુએન સુરક્ષા પરિષદમાં ભારત અને બ્રાઝિલના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું. તેમણે પશ્ચિમી દેશોના પ્રભાવની ટીકા કરી. મોરેશિયસ સહિત અન્ય દેશોએ પણ ભારતને ટેકો આપ્યો, જોકે ચીને વિરોધ નોંધાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

UNમાં ભારતને સ્થાયી સીટ માટે રશિયાનું ભારતને પ્રબળ સમર્થન : ચીને તેનો અકારણ વિરોધ કર્યો

સંયુક્ત રાષ્ટ્રો : રશિયાએ ભારત સાથેની મૈત્રી બરોબર નિભાવી છે, તેના વિદેશમંત્રી સર્ગેઈ લાવારૉવે શનિવારે ન્યૂયોર્કમાં મળી રહેલી સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પોતાનાં સંબોધન દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સલામતી-સમિતિમાં ભારતનાં સ્થાયી સભ્યપદ માટે જોરદાર રજૂઆત કરી હતી. જે ગ્લોબલ-સાઉથની વકીલાત કરતાં બ્રિક્સ ઘોષણાપત્ર સમાન છે. તેમાં યુએનની સલામતી સમિતિમાં, પશ્ચિમી દેશોના પ્રભાવની પણ ટીકા કરી હતી.
અત્યારે સલામતી સમિતિમાં અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને રશિયા તથા ચાયના કાયમી સભ્યો છે. આ પાંચ પૈકી પહેલા ત્રણ પશ્ચિમી દેશો છે તે સમિતિમાં બીજા ૧૦ અસ્થાયી સભ્યો હોય છે, જેઓ દર બે વર્ષ માટે ચૂંટાઈ આવે છે.
લાવારોવે આગળ કહ્યું કે અમે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાનું પ્રતિનિધિત્વ વધે તે મતના છીએ. સ્થાયી સીટ માટે અમે બ્રાઝિલ અને ભારતની દાવેદારીનું સમર્થન કરીએ છીએ. તે આ સાથે તેઓએ પશ્ચિમી દેશોની સીટો વધારવા સામે ચેતવણી ઉચ્ચારી હતી અને ખાસ કરીને જર્મની અને જાપાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેઓ સૈન્યવાદ અને વેરતૃપ્તિના માર્ગ ઉપર છે.
રશિયા ઉપરાંત મોરેશિયસના વિદેશમંત્રી ધનંજય રામફલે પણ પોતાનાં વક્તવ્યમાં ભારતને કાયમી બેઠક માટે સમર્થન આપ્યું હતું. બીજા કેટલાયે દેશોએ સમર્થન આપ્યું હતું. તેમ છતાં રશિયાના મિત્ર ગણાતાં ચીને તેનો વિરોધ કર્યો હતો. તે માટે કોઈ સ્પષ્ટ કારણ આપી શક્યું ન હતું.