World

'આંતરરાષ્ટ્રીય કાયદાનો અંત...', અમેરિકા-ઈઝરાયલ પર રશિયા ભડક્યું, બોલાવી P-5 દેશોની બેઠક

By GS TEAM
8 Mar 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ હાલમાં અત્યંત તંગ બની છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓએ વિશ્વભરમાં ચિંતા વધારી છે. આ દરમિયાન રશિયાએ એક મજબૂત અને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે, જે "આંતરરાષ્ટ્રીય કાયદો"ની આપણે વાત કરીએ છીએ તે હવે લગભગ ખત્મ થઈ ગયો છે. આ બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રશિયાએ રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના અગાઉના પ્રસ્તાવને પુનઃસ્થાપિત કર્યો છે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 5 કાયમી સભ્યો (P-5)ની બેઠક બોલાવવાની માંગ કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'આંતરરાષ્ટ્રીય કાયદાનો અંત...', અમેરિકા-ઈઝરાયલ પર રશિયા ભડક્યું, બોલાવી P-5 દેશોની બેઠક

Russia On US-Israel Iran Conflict: પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ હાલમાં અત્યંત તંગ બની છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓએ વિશ્વભરમાં ચિંતા વધારી છે. આ દરમિયાન રશિયાએ એક મજબૂત અને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે, જે "આંતરરાષ્ટ્રીય કાયદો"ની આપણે વાત કરીએ છીએ તે હવે લગભગ ખત્મ થઈ ગયો છે. આ બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રશિયાએ રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના અગાઉના પ્રસ્તાવને પુનઃસ્થાપિત કર્યો છે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 5 કાયમી સભ્યો (P-5)ની બેઠક બોલાવવાની માંગ કરવામાં આવી હતી.

'ફક્ત કાગળ પર જ રહે છે કાયદો'

રશિયાની સરકારી ટીવી ચેનલમાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'આજે આપણે તે બધું ગુમાવી દીધું છે જેને પહેલા આંતરરાષ્ટ્રીય કાયદો કહેવામાં આવતો હતો.' પેસકોવે સવાલ કર્યો કે, જ્યારે કાયદો પોતે જ અસ્તિત્વમાં નથી તો કોઈને તેના નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરવાનું કેવી રીતે કહી શકાય?'

તેમણે સ્થિતિને સમજાવવા માટે 'ડી જ્યુર' અને 'ડી ફેક્ટો' જેવા બે શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમનું કહેવું હતું કે, આંતરરાષ્ટ્રીય કાયદો 'કાયદા અનુસર'-'ડી જ્યુર' તો પુસ્તકોમાં જોવા મળી શકે છે, પરંતુ સામાન્ય રીતે 'ડી ફેક્ટો' એટલે કે વાસ્તવિક્તામાં તેનું કોઈ નામોનિશાન રહ્યું નથી.

પુતિનના જૂના પ્રસ્તાવ પર ભાર મૂક્યો

પેસકોવે જણાવ્યું કે, આજે વિશ્વમાં કોઈપણ વ્યક્તિ સ્પષ્ટ રીતે સમજાવી શકતું નથી કે આંતરરાષ્ટ્રીય કાયદો ખરેખર શું છે. તેથી તેના પાલન પર આગ્રહ રાખવો અર્થહીન છે. તેમણે કહ્યું કે, 'COVID-19 રોગચાળા પહેલા પુતિને પ્રસ્તાવ મૂક્યો હતો કે વિશ્વની પાંચ મુખ્ય શક્તિઓ (રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, ફ્રાન્સ અને બ્રિટન) વૈશ્વિક સુરક્ષા અને સ્થિરતા અંગે ચર્ચા કરવા માટે એકસાથે મળે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવ પર ફરીથી વિચાર કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.'

અસ્થિરતા અને આર્થિક કટોકટીનો ખતરો

ઈરાન પરના હુમલાઓનો ઉલ્લેખ કરતા પેસકોવે ચેતવણી આપી હતી કે, આ ક્ષેત્રની પરિસ્થિતિ હવે મોટાભાગે નિયંત્રણ બહાર છે. વધતા પ્રાદેશિક સંઘર્ષો અને વણઉકેલાયેલા મુદ્દાઓની સંયુક્ત અસર ફક્ત યુદ્ધ સુધી મર્યાદિત નહીં રહે. આમ, સમગ્ર વિશ્વને નોંધપાત્ર આર્થિક અને રાજકીય પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: માત્ર 100 કલાકમાં અબજો સ્વાહા! ઈરાન પર હુમલાના પહેલા જ તબક્કામાં અમેરિકાને હજારો કરોડનો ખર્ચ

અમેરિકા પાસેથી જવાબોની માંગણી

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે પણ આ મુદ્દા પર વાત કરી છે. તેમણે સીધા અમેરિકા પર નિશાન સાધ્યું અને જણાવ્યું કે, અમેરિકાએ દુનિયા સમક્ષ પોતાની ભવ્ય યોજનાઓ સ્પષ્ટ કરવી જોઈએ. જેના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. તેમણે અમેરિકાને સમજાવવાની માંગ કરી છે કે, આ યોજનાઓ સ્થાપિત આંતરરાષ્ટ્રીય નિયમો અને ધોરણો સાથે કેવી રીતે સુસંગત છે.