રશિયા પાસે ભલભલાને વશમાં કરતું જાદુઈ સિક્રેટ પરફ્યૂમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પૂર્વ રશિયન જાસૂસ આલિયા રોઝાનો ઘટસ્ફોટ
- દુર્લભ જડીબુટ્ટીમાંથી બનેલું પરફ્યૂમ લગાવીને રશિયાની મહિલા જાસૂસો પળવારમાં હની ટ્રેપમાં ફસાવતી
નવી દિલ્હી : રશિયાની કુખ્યાત જાસૂસી એજન્સી કેજીબીએ એક સિક્રેટ પરફ્યૂમ વિકસાવ્યું છે. એ પરફ્યૂમ ગણતરીની સેકન્ડમાં જ ટાર્ગેટના દિમાગનો કબજો લઈ લે છે. રશિયાની પૂર્વ જાસૂસે આ દાવો કર્યો હતો કે રશિયાના વૈજ્ઞાાનિકોએ વિકસાવેલું આ પરફ્યૂમનો ઉપયોગ મહિલા એજન્ટ્સ કરતી હતી.
વૈજ્ઞાાનિકોએ વર્ષોની મહેનત બાદ દુર્લભ જડીબુટ્ટીમાંથી ખાસ પ્રકારની સુગંધ ધરાવતું એક સિક્રેટ પરફ્યૂમ બનાવ્યું હતું. એ પરફ્યૂમનું એક બૂંદ ટાર્ગેટ માટે કાફી થઈ પડતું હતું. એ જેના સંપર્કમાં આવે તેના શરીરમાં પ્રાકૃતિક ફેરોમોન વધારી દે છે. આ સિડક્ટિવ સુગંધથી મહિલા એજન્ટ અંડરવર્લ્ડ ડોન કે દુશ્મન દેશના કોઈ મોટા અધિકારી સુધી પહોંચી જતી હતી અને પછી તેના દિમાગ પર ધીમે ધીમે કબજો કરીને પોતાના ધાર્યા સિક્રેટ કઢાવી શકતી હતી. રશિયા માટે જાસૂસી કરી ચૂકેલી મહિલા જાસૂસ આલિયા રોઝાએ આ દાવો કર્યો હતો.
આ પરફ્યૂમમાં એવો જાદુ હતો કે ટાર્ગેટ અધિકારી મહિલા જાસૂસની હની ટ્રેપમાં બરાબર ફસાઈ જતો હતો. એ તેનાથી શારીરિક રીતે આકર્ષિત તો થતો જ હતો, પરંતુ એના પર ભરોસો પણ મૂકવા માંડતો હતો. આ પરફ્યૂમનો ઉપયોગ રોમેન્ટિંગ હની ટ્રેપ માટે નહીં, પરંતુ મોટી મોટી બિઝનેસ ડીલ્સ અને ડિફેન્સ ડીલના નેઓગિએશનમાં પણ થતો હતો. આલિયાએ દાવો કર્યો હતો કે તેણે એ પરફ્યૂમનો ફોર્મુલા અમેરિકાની એક પરફ્યૂમ કંપનીને આપી દીધો છે કે જેથી અમેરિકા તેના જેવું પરફ્યૂમ બનાવીને નવી ફોર્મુલા વિકસાવી શકે.









