પુતિનની ભારત યાત્રા પર ચીનનું મોટું નિવેદન, ડ્રેગનના શબ્દો સાંભળી અમેરિકાને આંચકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

China's Big Statement On Putin's Visit To India: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની તાજેતરની ભારત યાત્રા અંગે ચીને સકારાત્મક વલણ દેખાડતાં કહ્યું કે, ભારત, ચીન અને રશિયા વચ્ચેનો મજબૂત ત્રિપક્ષીય સંબંધ માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્થિરતા અને શાંતિ માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ચીનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા-ચીન સંબંધો પહેલાથી જ મજબૂત છે અને ભારત-ચીન સંબંધો સામાન્ય થવાની દિશામાં આગળ વધી રહ્યા છે. હવે ચીનના આ નિવેદનથી અમેરિકાને આંચકો લાગ્યો છે.
ચીન, ભારત અને રશિયા ઊભરતી અર્થવ્યવસ્થાઓ
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, 'ચીન, ભારત અને રશિયા ઊભરતી અર્થવ્યવસ્થાઓ છે અને ગ્લોબલ સાઉથના મહત્ત્વપૂર્ણ અવાજ છે. આ ત્રણેય દેશો વચ્ચે મજબૂત અને સ્થાયી સહયોગ ન માત્ર તેમના માટે જ લાભદાયી હશે પરંતુ વૈશ્વિક સુરક્ષા, વિકાસ અને સમૃદ્ધિમાં પણ ફાળો આપશે. ત્રિપક્ષીય સહયોગને મજબૂત રાખવું એ તમામ દેશોના હિતમાં છે અને તે એશિયા અને સમગ્ર વિશ્વમાં સ્થિરતા માટે લાભદાયી સિદ્ધ થશે.'
વૈશ્વિક સુરક્ષા માટે RIC RUINCN સબંધ મહત્ત્વપૂર્ણ: ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા
ગુઓ જિયાકુને કહ્યું કે, 'ભારત, રશિયા અને ચીન મોટી વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ છે અને ગ્લોબલ સાઉથના મહત્ત્વપૂર્ણ ભાગીદારો છે.'
ભારત-ચીન સબંધ સુધારાની દિશામાં
પૂર્વી લદ્દાખમાં 2020માં થયેલા તણાવ બાદ ઠંડા પડી ગયેલા ભારત-ચીન સંબંધો પર પણ ચીને સકારાત્મક સંકેતો આપ્યા છે. ગુઓ જિયાકુને કહ્યું કે, બેઇજિંગ લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે ભારત સાથે સબંધોને કુદરતી, સ્થિર અને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે ભારત સાથે આ સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી સંભાળવા માટે તૈયાર છીએ, જેથી બંને દેશોના લોકોને વાસ્તવિક લાભ મળી શકે.
પુતિનના નિવેદન પર ચીનની પ્રતિક્રિયા
બેઇજિંગ રશિયા-ભારતના ગાઢ થતાં સંબંધો પર નજર રાખી રહ્યું હતું. ભારત યાત્રા પહેલાં એક ઇન્ટરવ્યુમાં પુતિને ભારત અને ચીનને રશિયાના સૌથી નજીકના મિત્રો ગણાવ્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને દેશો તેમના વિવાદો જાતે જ ઉકેલી શકે છે. આ નિવેદનના જવાબમાં ચીને કહ્યું કે, અમે રશિયા અને ભારત બંને સાથે મજબૂત દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા માટે તૈયાર છીએ. ચીનની સરકારી મીડિયાએ પુતિનના એ નિવેદનોને પ્રમુખતા આપી જેમાં તેમણે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવા અંગે યુએસ ટીકાને પણ ફગાવી દીધી હતી.
આ પણ વાંચો: જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ: ઈન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન
પુતિનની ભારત યાત્રામાં ઘણા કરાર થયા
રશિયન પ્રમુખ પુતિન 4-5 ડિસેમ્બરના રોજ ભારતની સત્તાવાર યાત્રા પર આવ્યા હતા. 2021 પછી આ તેમની ભારતની પહેલી યાત્રા હતી. આ યાત્રા દરમિયાન વેપાર, સંરક્ષણ, ઊર્જા અને રોકાણ સંબંધિત અનેક મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડૉલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો અને લાંબા ગાળાના આર્થિક સહયોગ કાર્યક્રમને મંજૂરી આપી.









