India

જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ: ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન

By GS TEAM
9 Dec 20252 mins read
TukuTouch Logo
દિલ્હીમાં NDA સાંસદોની બેઠકમાં આજે વડાપ્રધાન મોદીએ નિયમ કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ બેઠકમાં વડાપ્રધાન મોદીના સંબોધન અંગે જાણકારી આપતાં જણાવ્યું કે, કે પીએમ મોદીએ સાંસદોને માત્ર આર્થિક સુધારા જ નહીં પણ લોકોની રોજબરોજની જિંદગી સુધારવા પર ભાર આપ્યો. તેમણે અમને ગાઇડલાઇન આપી છે કે કોઈ પણ ભારતીયને સરકારથી કોઈ તકલીફ ન થવી જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ: ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન
Narendra Modi: દિલ્હીમાં NDA સાંસદોની બેઠકમાં આજે વડાપ્રધાન મોદીએ નિયમ કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ બેઠકમાં વડાપ્રધાન મોદીના સંબોધન અંગે જાણકારી આપતાં જણાવ્યું કે, કે પીએમ મોદીએ સાંસદોને માત્ર આર્થિક સુધારા જ નહીં પણ લોકોની રોજબરોજની જિંદગી સુધારવા પર ભાર આપ્યો. તેમણે અમને ગાઇડલાઇન આપી છે કે કોઈ પણ ભારતીયને સરકારથી કોઈ તકલીફ ન થવી જોઈએ.

'કાયદા અને નિયમો સારા છે, પણ...'

કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યું, કે 'પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે કાયદા અને નિયમો સારા છે, પણ તે સિસ્ટમ ઠીક કરવા માટે. જનતાને પરેશાન કરવા નહીં. એક પણ એવો નિયમ કે કાયદો ન હોવો જોઈએ તેનાથી જનતાને પરેશાની થાય.' 

આ પણ વાંચોઃ ઇન્ડિગોની 5 ટકા ફ્લાઇટ્સ પર કાપ મૂકવાનો આદેશ: લાખો મુસાફરોની રઝળપાટ બાદ આખરે સરકાર જાગી

વડાપ્રધાન મોદીનું નિવેદન

નોંધનીય છે કે વડાપ્રધાન મોદીનું આ નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે દેશ અત્યારે ઇન્ડિગો સંકટથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો દરરોજ સેંકડો ફ્લાઇટ રદ કરી રહી છે. જેના કારણે લાખો મુસાફરો પરેશાન થયા છે. ઇન્ડિગોએ આ સંકટ માટે ટેકનિકલ ખામીની સાથે સાથે રોસ્ટર માટેના સરકારના નવા નિયમોનો પણ હવાલો આપ્યો હતો.

સેંકડો ફ્લાઇટ રદ 

ઇન્ડિગોના સંકટ વચ્ચે મંગળવારે (9 ડિસેમ્બર) પણ સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ઓછામાં ઓછી 13 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અથવા કાર્યરત નહોતી, જેમાં આઠ ડિપાર્ચર અને પાંચ અરાઇવલનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, આજે સવારે 8 વાગ્યા સુધીમાં અમદાવાદ ઍરપોર્ટ પર 16 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એરલાઇને મંગળવારે બેંગલુરુ અને હૈદરાબાદથી આશરે 180 ફ્લાઇટ્સ પણ રદ કરી હતી.

આ પણ વાંચોઃ આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ

દરમિયાન, કેટલાક રુટ પર ઇન્ડિગોની શિયાળાની સમયપત્રક ફ્લાઇટ્સ અન્ય સ્થાનિક કેરિયર્સને આપવામાં આવે તેવી શક્યતા છે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે સરકાર ઇન્ડિગોના સ્લોટમાં "ચોક્કસપણે" ઘટાડો કરશે. રાહુલ ભાટિયા દ્વારા નિયંત્રિત એરલાઇન 90થી વધુ સ્થાનિક સ્થળો અને 40થી વધુ વિદેશી સ્થળોએ દરરોજ 2,200થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.