World

‘ભારત AIમાં અમારાથી આગળ નીકળ્યું, પણ ક્રિકેટમાં અમે શ્રેષ્ઠ’ ઋષિ સુનકે PM મોદી સાથેનો રમુજી કિસ્સો શેર કર્યો

By GS TEAM
25 Mar 20262 mins read
TukuTouch Logo
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં ભારતની ઝડપથી વધતી શક્તિની પ્રશંસા કરી છે. તાજેતરના એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, ટેકનોલોજી અને સુરક્ષાના મામલે ભારત અને બ્રિટનના સંબંધો હવે નવી ઊંચાઈએ પહોંચ્યા છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ‘AI ઈન્ડેક્સ’ ને ટાંકીને સુનકે સ્વીકાર્યું કે, આ રેન્કિંગમાં ભારતે બ્રિટનને પાછળ છોડી દીધું છે અને તે હવે ગ્લોબલ ‘AI સુપરપાવર’ બની ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ભારત AIમાં અમારાથી આગળ નીકળ્યું, પણ ક્રિકેટમાં અમે શ્રેષ્ઠ’ ઋષિ સુનકે PM મોદી સાથેનો રમુજી કિસ્સો શેર કર્યો

Rishi Sunak On India AI Superpower : બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં ભારતની ઝડપથી વધતી શક્તિની પ્રશંસા કરી છે. તાજેતરના એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, ટેકનોલોજી અને સુરક્ષાના મામલે ભારત અને બ્રિટનના સંબંધો હવે નવી ઊંચાઈએ પહોંચ્યા છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ‘AI ઈન્ડેક્સ’ ને ટાંકીને સુનકે સ્વીકાર્યું કે, આ રેન્કિંગમાં ભારતે બ્રિટનને પાછળ છોડી દીધું છે અને તે હવે ગ્લોબલ ‘AI સુપરપાવર’ બની ગયું છે.

સુનકે રમુજી કિસ્સો શેર કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narednra Modi) સાથેની વાતચીતનો એક રમુજી કિસ્સો શેર કરતા સુનકે કહ્યું કે ‘ભલે ભારત એઆઈમાં આગળ નીકળી ગયું હોય, પરંતુ આઈસીસી ટેસ્ટ ક્રિકેટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડ હજુ પણ આગળ છે.’ એઆઈના નિયમો અને અંકુશ બાબતે ભારત અને બ્રિટનનો દૃષ્ટિકોણ સમાન હોવાનું જણાવતા સુનકે ઉમેર્યું કે ‘બંને દેશો યુરોપિયન યુનિયનના અત્યંત કડક નિયમો કે અમેરિકાના અસ્થિર વલણને બદલે એક વ્યવહારુ રસ્તો અપનાવવા માંગે છે. ટેકનોલોજીનો વિકાસ અને તેની સુરક્ષા બંને સાથે ચાલવા જોઈએ જેથી સમાજને તેનો સાચો લાભ મળે.’

આ પણ વાંચો : ઈરાને પાકિસ્તાનની ઓફર ફગાવી, અમેરિકાની 15 શરતોનો પ્રસ્તાવ પણ ઠુકરાવ્યો, ટ્રમ્પને કહ્યા અવિશ્વાસુ

‘...તો આપણે ભવિષ્યના જોખમોથી બચી શકીશું’

સુનકે જણાવ્યું કે, ‘જે રીતે ગુપ્ત માહિતી શેર કરવાથી આતંકવાદ સામે લડવામાં મદદ મળી છે, તેવી જ રીતે એઆઈ સંસ્થાઓ વચ્ચેનો પરસ્પર સહયોગ આપણને ભવિષ્યના જોખમોથી બચાવશે. આ ભાગીદારી માત્ર ડેટા શેરિંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ એક સુરક્ષિત ડિજિટલ ભવિષ્યનો પાયો છે. સુનકે ‘યુકે-ઈન્ડિયા ટેકનોલોજી સિક્યુરિટી ઈનિશિયેટિવ’નો ઉલ્લેખ કર્યો અને તેને ‘21મી સદીની સૌથી શક્તિશાળી સુરક્ષા અને ટેકનિકલ ભાગીદારી’ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે ઋષિ સુનકે ઓક્ટોબર 2022 થી જુલાઈ 2024 સુધી બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન તરીકે બંને દેશોના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો : ઈરાને અમેરિકાને બતાવ્યું રૌદ્ર સ્વરૂપ, ગલ્ફ દેશોમાં અમેરિકાના સૈન્ય મથકો પર ભીષણ મિસાઈલ હુમલા