અમેરિકામાં પહેલી સ્પેસ એકેડેમી રચાશે તેમાં ચંદ્ર-મંગળ મિશનના પ્રોફેશનલ્સ તૈયાર કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જ્હોન્સન સ્પેસ સેન્ટર નાસાના એક સમારોહમાં ટ્રમ્પે કહ્યું : કુશળ સર્વિસ મેમ્બર્સ, એન્જિનિયર્સ સિવિલ ઓપરેટર્સની નવી પેઢી તૈયાર કરાશે
વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં પહેલી સ્પેસ એકેડેમી (યુ.એસ. સ્પેસ એકેડેમી) રચવા એક કમિશન સ્થાપવા આદેશ આપ્યો છે. નાસાના જહોન્સન સ્પેસ સેન્ટરમાં એક સમારોહ દરમિયાન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે ચંદ્ર અને મંગળ જેવા ભવિષ્યનાં મિશન માટે કુશળ સર્વિસ મેમ્બર્સ, એન્જિનિયર્સ અને સિવિલ ઓપરેટર્સની એક નવી પેઢી તૈયાર કરવાની જરૂર છે. તે માટેની એકેડેમી 'વેસ્ટ-પોઈન્ટ' અને એરફોર્સ એકેડેમીના સ્તરે રચવામાં આવશે. તે એકેડેમીના સીલેબલ્સ, સ્થાન અને નિયમો માટેની એક બ્લ્યુ પ્રિન્ટ તૈયાર થઈ રહી છે.
આ એકેડેમીના અધ્યક્ષપદે નાસાના પ્રસારક જેરેડ સાઈઝેક્સના રહેશે અને નાસાના ઉપ-પ્રશાસક (ડેપ્યુટી મેનેજર) મેટ એન્ડેરસન, ઉપનિર્દેશક પદે રહેશે. આ માટેના એક આદેશ ઉપર પ્રમુખ ટ્રમ્પે હસ્તાક્ષર પણ પછીથી કરી દીધા.
આ આદેશ પ્રમુખ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર નીચે આવ્યો હોઈ તે સંસદમાં પસાર કરાવવાની જરૂર રહેતી નથી, જોકે સંસદ સમક્ષ તે રજૂ થયો હોય તો પણ તે પસાર થવાની પૂરી શક્યતા હતી.




