પેરૂના 205માં સ્વાતંત્ર્ય દિને કુતુબ-મીનાર પેરૂના રાષ્ટ્રધ્વજના રંગે ઝળાહળાં કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દક્ષિણ પેસેફિકમાં પેરૂનું સ્થાન ઘણું વ્યૂહાત્મક છે
- દક્ષિણ અમેરિકાનો આ દેશ પૂરા પ્રાચીન સંસ્કૃતિ સમૃદ્ધ છે તેના મચ્છુ પીઠના ખંડેરો તો વિશ્વની અદ્ભુત વિરાસત છે
નવી દિલ્હી : દક્ષિણ અમેરિકાના દેશ પેરૂના ૨૦૫મા સ્વાતંત્ર્ય દિને વિશ્વ વિરાસત સમાન ભારતનો કુતુબ મિનાર પેરૂના રાષ્ટ્ર ધ્વજના સફેદ અને લાલ રંગે ઝળહળી ઊઠયો હતો. મંગળવારે રાત્રે યોજાયેલી આ વિધિ સમયે પેરૂના દૂતાવાસના ચાર્જ-દ-અફેર્સ (ઉપ- રાજદૂત) એન્ટિક રાફેલ ડેસ્કાલ્ઝી મેન્ડેઝે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ વિરાસત સમાન કુતુબ મીનારને પેરૂના રાષ્ટ્રધ્વજના રંગે રંગવાનો હેતુ બંને દેશો વચ્ચેની મૈત્રી ભાવનાને વધુ સુદ્રઢ બનાવવાનો હતો. બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો તો છે જ વ્યાપારી સંબંધો પણ છે પરંતુ તે વ્યાપારી સંબંધો વધુ મજબૂત કરવાનો આ પાછળ હેતુ છે.
ઉલ્લેખનીય તે છે કે, દક્ષિણ પેસેફિક મહાસાગરમાં ચીનનો પગપેસારો વધતા દક્ષિણ અમેરિકાના તટપ્રદેશના રાષ્ટ્રો અને સંબંધો ગાઢ બનાવવા અનિવાર્ય છે. બીજી તરફ તે દેશો પણ ચીનથી ચેતી ગયા છે. તેથી, અન્ય સબળ દેશો સાથે સંબંધો મજબૂત બનાવવા માંગે છે. આ સંયોગોમાં તેઓ ભારત તરફ વળે તે સહજ પણ છે.
પેરૂ સાથે સંબંધો ગાઢ કરવા પાછળનો એક મહત્ત્વનો હેતુ તેના પ્રાચીન પુરા-પ્રાચીન સંસ્કૃતિ છે. બહુ થોડાને માહિતી હશે કે શૂન્યની શોધે ગણિત શાસ્ત્રમાં મૂળભૂત પરિવર્તન કરી નાખ્યું છે. ભારતના આર્યોએ 'શૂન્ય'ની શોધ કરી.
કેટલાક વિદ્વાનોનું તો એવું પણ મંતવ્ય રહ્યું છે કે, મંદોદરી આ મય સંસ્કૃતિના 'રાજા'ના રાજકુમારી હતા તેથી તો તેઓને મયતનયા કહેવામાં આવ્યા. આમ પૂરા પ્રાચીન કાળથી ભારત અને પેરૂ સાથે સંબંધો છે. વર્તમાન યુગમાં દક્ષિણ પેસિફીક મહાસાગર તટે રહેલા આ દેશનું વ્યૂહાત્મક સ્થાન અતિ મહત્ત્વનું છે. વિશેષતઃ તો ચીનનો પગપેસારો દક્ષિણ પેસિફિકમાં થઈ રહ્યો છે ત્યારે સમુદ્ર તટીય દેશો સાથે સંબંધો ગાઢ કરવા અનિવાર્ય છે.









