World

રાણી એલિઝાબેથનું નિધન, એમના વિશે જાણ્યું અજાણ્યું

By GS Team
8 Sep 20221 min read
This article was originally published on 8 Sep 2022
રાણી એલિઝાબેથનું નિધન, એમના વિશે જાણ્યું અજાણ્યું

લંડન : મહારાણી એલીઝાબેથ દ્વિતીયની ત્બીયત અત્યારે એકદમ નાજુક ગણવામાં આવી રહી છે. પેલેસના સુત્રોએ જણાવ્યું હતું સમગ્ર પરિવાર ત્યારે ૯૬ વર્ષીય મહારાણીની બાજુમાં પહોંચી ગયો છે. મહારાણી છેલ્લે નવા વડાપ્રધાન તરીકે લીઝ ટ્રુસને આમંત્રણ આપવા માટે તા. ૫ સપ્ટેમ્બરના રોજ જાહેરમાં દેખાયા હતા. ઉનાળુ વેકશન ગાળવા માટે સ્કોટલેન્ડના બાલમોરલ ખાતે ગયા હતા. ઉંમરના કારણે હરવા ફરવાની તકલીફ અનુભવી રહેલા મહારાણી પછીથી સ્કોટલેન્ડ ખાતે આવેલા આ પેલેસમાં જ વસવાટ કરી રહ્યા છે અને તેમના લંડન ખાતેના સત્તાવાર નિવાસસ્થાને પરત આવ્યા નથી. 

કોણ છે ક્વીન એલીઝાબેથ દ્વિતીય

બ્રિટન, ઉત્તર આયર્લેન્ડના માહારની એલીઝાબેથ દ્વિતીયનો જન્મ લંડન ખાતે તા. ૨૧ એપ્રિલ ૧૯૨૬ના દિવસે થયો હતો. બ્રિટનના ઈતિહાસમાં સૌથી લાંબો સમય મહારાણી તરીકે બિરાજમાન હોવાનો વિક્રમ તેમના નામે છે. તે ૧૯૫૨થી યુનાઈટેડ કિંગડમના મહારાણી તરીકે રાજ કરી રહ્યા છે. 

રાજા કિંગ જ્યોર્જ પાંચમાંના બીજા પુત્રના ઘરે જન્મેલા એલીઝાબેથ પહેલેથી રોયલ ફેમીલીમાં જ રહ્યા છે. તેમના કાકા એડવર્ડ આઠમાંએ પદનો ૧૯૩૬માં ત્યાગ કર્યા પછી એલીઝાબેથના પિતા બ્રિટનના રાજા બન્યા હતા. પિતાના ૧૯૫૨ના મૃત્યુ પછી એકમાત્ર સંતાન એવા એલેઝાબેથ મહારાણી બન્યા હતા. 

એલિઝાબેથે તેના દૂરના પિતરાઈ ફિલિપ માઉન્ટબેટન સાથે લગ્ન કર્યા છે. તેમને ચાર બાળકો છે જેમાં પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એન, પ્રિન્સ એન્ડ્ર્યુ અને પ્રિન્સ એડવર્ડ સમાવેશ થાય છે.